New Delhi News/ મંગળવારની રાત્રે ધ્રૂજી ઉઠી રાજધાની: દિલ્હી-NCRમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ, ઘરની બહાર દોડી આવ્યા લોકો

દિલ્હી (Delhi) અને આસપાસના વિસ્તારોમાં મંગળવારની રાત્રે ધરતી ધ્રૂજી, પ્રારંભિક અહેવાલ મુજબ ભૂકંપની તીવ્રતા 4.9

India Top Stories Breaking News
Delhi

New Delhi News: મંગળવારની રાત્રે દેશની રાજધાની (Delhi)અને તેની આસપાસના વિસ્તારોમાં અચાનક ધરતી ધ્રૂજી ઊઠતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રાત્રે અંદાજે 10:25 કલાકે ભૂકંપનો ઝટકો લાગ્યો, જેના પગલે અનેક લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.

Delhiમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા

પ્રાથમિક માહિતી મુજબ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ (Richter Scale) પર 4.9 માપવામાં આવી છે. જોકે, ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું અને કેટલી ઊંડાઈએ આવ્યો તે અંગે સત્તાવાર એજન્સીઓ તરફથી વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

નોઈડા સહિત NCRના અનેક વિસ્તારોમાં અસર

આ ઝટકા માત્ર રાજધાની પૂરતા સીમિત રહ્યા ન હતા. નોઈડા (Noida) અને નેશનલ કેપિટલ રિજન (NCR)ના બીજા ઘણા વિસ્તારોમાં પણ લોકોએ ધરતી હલતી હોવાનો અનુભવ કર્યો. ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ લોકોએ પોતાના અનુભવો શેર કર્યા હતા.


આ પણ વાંચો:અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડ્યા

આ પણ વાંચો:અલી અલ-તાહેર રિજમાં મોટો વિસ્ફોટ, 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો; ઈઝરાયલનો મોટો દાવો

આ પણ વાંચો:ચોમાસા વચ્ચે હિમાચલમાં વહેલી સવારે ભૂકંપના આંચકા, શિમલામાં 4.0ની તીવ્રતા