Not Set/ ચિંતન શિબિરનો શુભારંભ, વિજય રૂપાણી અને નીતિન પટેના વિપક્ષ પર તીખા પ્રહારો

વડોદરાના જીએસએફસી સંકુલ પરિસરમાં આજરોજ દીપ પ્રાગટ્ય દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારના વિવિધ કામો પર ચર્ચા-વિચારણા કરવા માટે ત્રિદિવસીય ચિંતન શિબિરનું શુભારંભ કર્યું હતું. આ શિબિરમાં વિભિન્ન મુદ્દાઓ પર પેનલ ડિસ્કશન કરી તેને કઈ રીતે લાગુ કરવું તે અંગે ધ્યાન દોરવામાં આવશે, જેમાં કૃષિ, સ્વાસ્થ્ય, કુપોષણ, શહેર વહીવટ, પ્રાથમિક શિક્ષણ, […]

Top Stories Gujarat Vadodara

વડોદરાના જીએસએફસી સંકુલ પરિસરમાં આજરોજ દીપ પ્રાગટ્ય દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારના વિવિધ કામો પર ચર્ચા-વિચારણા કરવા માટે ત્રિદિવસીય ચિંતન શિબિરનું શુભારંભ કર્યું હતું.

આ શિબિરમાં વિભિન્ન મુદ્દાઓ પર પેનલ ડિસ્કશન કરી તેને કઈ રીતે લાગુ કરવું તે અંગે ધ્યાન દોરવામાં આવશે, જેમાં કૃષિ, સ્વાસ્થ્ય, કુપોષણ, શહેર વહીવટ, પ્રાથમિક શિક્ષણ, ગ્રામ્ય વિકાસ વગેરે જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.

આ શિબિરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સિવાય ગુજરાત સરકારના મંત્રીઓ, અધિકારીઓ, અને વરિષ્ઠ સચિવો વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

આ શિબિરમાં પત્રકારો સાથે સંવાદ સાધતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિપક્ષ પર નિશાન સાધી તીખા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,

“કોંગ્રેસનું એક જ કામ છે જે છે લોકોને ભ્રમિત કરવા. પરંતુ ગુજરાતની જનતાએ વિકાસની ગતિને સ્વીકારીને કોંગ્રેસને પોતાની જગ્યા દેખાડી દીધી છે.”

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં વહીવટી શાસનને મજબુત અને લોકાભિમુખ કરવા માટે આ ચિંતન શિબિરનું શુભારંભ થયું છે.

આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે,

“ગુજરાતની જનતાએ એકવાર ફરીથી અમારા પર વિશ્વાસ મુક્યો છે. આથી અમારી પણ જવાબદારી બને છે કે સર્વે સમાજ અને વર્ગને સાથે રાખી વિકાસની દિશા તરફ આગળ વધારી ગુજરાતને સર્વશ્રેષ બનાવવું. જેથી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.”