World News/ અલી અલ-તાહેર રિજમાં મોટો વિસ્ફોટ, 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો; ઈઝરાયલનો મોટો દાવો

દક્ષિણ Lebanonના અલી અલ-તાહેર રિજ પર ઈઝરાયલ દ્વારા ભૂગર્ભ સુરંગ ઉડાડવામાં આવતા 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. હિઝબુલ્લાહનું મુખ્ય નેટવર્ક નષ્ટ કરાયું છે.

international Top Stories World
Lebanon

Ali al-Taher Ridge Lebanon Explosion: દક્ષિણ લેબેનોનના અલી અલ-તાહેર રિજ વિસ્તારમાં ગુરુવારે એક શક્તિશાળી વિસ્ફોટ બાદ ભારે ધ્રુજારી અનુભવાઈ હતી. અહેવાલો અનુસાર, ઈઝરાયલી સેનાએ અહીં હિઝબુલ્લાહની એક મોટી ભૂગર્ભ સુરંગને નષ્ટ કરી હતી. આ ઘટનાની આસપાસના વિસ્તારમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ પણ નોંધાયો હોવાનું જણાવાયું છે. જોકે, આ ભૂકંપ સીધો ઈઝરાયલી સેનાના વિસ્ફોટને કારણે જ આવ્યો હતો કે નહીં, તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

ઈઝરાયલનો દાવો, હિઝબુલ્લાહનું મોટું ટનલ નેટવર્ક ખતમ

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે સંયુક્ત નિવેદનમાં દાવો કર્યો છે કે સૈન્ય કાર્યવાહીમાં હિઝબુલ્લાહના મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવામાં આવ્યું છે. ઈઝરાયલી સેનાના જણાવ્યા પ્રમાણે આ ભૂગર્ભ નેટવર્ક બે કિલોમીટરથી વધુ લાંબું હતું અને તેમાં રોકેટ, મિસાઇલ, ડ્રોન, એન્ટી-ટેન્ક હથિયારો, મશીનગન, માઇન્સ તેમજ અન્ય વિસ્ફોટકોનો જથ્થો સંગ્રહિત હતો. ઈઝરાયલી દાવા અનુસાર, આ ટનલ કોમ્પ્લેક્સમાં હિઝબુલ્લાહની બદ્ર યુનિટનું કમાન્ડ સેન્ટર અને હથિયારોના સ્ટોરેજ ઉપરાંત લડાકુઓ લાંબા સમય સુધી ભૂગર્ભમાં રહી શકે તેવી વ્યવસ્થા પણ હતી. ઈઝરાયલનું કહેવું છે કે આ માળખું ઈરાનના ભંડોળ (Lebanon) અને આયોજન સાથે લાંબા સમયગાળામાં વિકસાવવામાં આવ્યું હતું.

અલી અલ-તાહેર રિજ બન્યું સંઘર્ષનું મહત્વનું કેન્દ્ર

ઈઝરાયલની સરહદથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલું અલી અલ-તાહેર રિજ દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયલ(Lebanon) અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષનું મહત્વનું સ્થળ રહ્યું છે. ઈઝરાયલે અગાઉ આ વિસ્તારને પોતાના સુરક્ષા ઝોનના ભાગરૂપે નિયંત્રણમાં લીધું હોવાનો દાવો કર્યો હતો. યુદ્ધવિરામ અને તણાવ ઘટાડવાના પ્રયાસો છતાં દક્ષિણ લેબેનોનમાં(Lebanon) હિંસાની સ્થિતિ સંપૂર્ણપણે શાંત થઈ નથી. લેબનીઝ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, માર્ચથી શરૂ થયેલા ઈઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 4,300થી વધુ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અલી અલ-તાહેર રિજ પર થયેલી તાજેતરની કાર્યવાહી બાદ દક્ષિણ લેબેનોનની સ્થિતિ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ચર્ચામાં આવી છે.


આ પણ વાંચો: કોંગોમાં શાળામાં વિકરાળ આગ ફાટી નીકળતા ભયાનક દુર્ઘટના; 26 વિદ્યાર્થીઓનાં મોત

આ પણ વાંચો: LIVE: દિલ્હીમાં 18મા BRICS સંમેલનનો આજથી પ્રારંભ; પુતિન પહોંચ્યા ભારત

આ પણ વાંચો:ટ્રમ્પ સરકારના નિર્ણય ચર્ચામાં, ભારતીયો પર નિશાનનો આરોપ અને $5,000 ડિવિડન્ડનું એલાન