કેરળના પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને વાયનાડના સાંસદ સભ્ય એમ. આઈ. શનવાસનું આજે સવારે નિધન થયું છે. ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ૬૭ વર્ષની વયે તેમનું નિધન થયું છે. તેઓ લીવરના ઇન્ફેકશનથી પીડાઈ રહ્યા હતા.૨ નવેમ્બરના રોજ લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવામાં આવી હતી.
Congress Kerala working President and Wayanad MP M.I. Shanavas passes away. He was undergoing treatment at a private hospital in Chennai, Tamil Nadu. pic.twitter.com/8DOeKNiiPo
— ANI (@ANI) November 21, 2018
છેલ્લા ૨ વર્ષથી તેઓ કેન્સર સામે લડી રહ્યા હતા.
તેમના પાર્થિવ શરીરને ચેન્નાઈથી એર્નાફૂલમ બુધવારે લાવવામાં આવશે. ગુરુવારે ૧૦ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
૨૨ સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ જન્મેલા એમ. આઈ. શનવાસ તેમના વિદ્યાથીકાળથી જ પોલીટીક્સમાં એક્ટીવ હતા. વર્ષ ૧૯૭૮માં તેઓ યુથ કોંગ્રેસના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે નિમાયા હતા. ત્યારબાદ ૧૯૮૩માં પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં જોડાયા હતા અને ૧૯૮૫માં તેના વાઈસ પ્રેસીડેન્ટ બન્યા હતા. ૨૦૦૯ અને ૨૦૧૪માં તેઓ વાયનાડ તરફથી લોકસભામાં ચૂંટાયા હતા.
