ઓરિસ્સમાં અકસ્માતનો એક અજીબોગરીનબ કિસ્સો સામે આવ્યો છે જેમાં ૧૨ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઓરિસ્સામાં જગતપુર પાસે એક મુસાફરો ભરેલી બસ મહાનદી પર બનેલા પુલથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં ૧૨ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે જયારે બાકીના લોકો ઘાયલ થયા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ એક પ્રાઇવેટ બસ હતી જે તીલ્ચેરથી કટક તરફ જઈ રહી હતી. અચાનક આ બસ પુલ પરની રેલીંગ તોડીને નીચે નદીમાં પડી ગઈ. નદીમાં પાણી નહતું જેને લઈને ઘણા લોકો જમીન પર પટકાવાથી અને બીજા લોકો બસ નીચે દબાઇ જવાથી મૃત્યુ પામ્યા છે. નજરે જે લોકોએ આ અકસ્માત જોયો છે તેમણે જણાવ્યું હતું કે બસ સામે એક ભેંસ આવી ગઈ હતી જેને લઈને ડ્રાઈવરે બસ પર પોતાનો કાબુ ગુમાવી દીધો હતો. ડ્રાઈવરે ભેંસને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેના લીધે બસ પૂલ પરથી નીચે પડી ગઈ હતી.
#SpotVisuals: A bus carrying around 30 passengers fell from the Mahanadi bridge near Jagatpur in Cuttack today. Rescue teams present at the spot. More details awaited. #Odisha pic.twitter.com/Mkqr00R7DW
— ANI (@ANI) November 20, 2018
અકસ્માતની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે આ અકસ્માત મામલે દુઃખ વ્યક્ત કર્યું છે.
CM @Naveen_Odisha expressed deep grief over the death of some passengers in the Mahanadi bus tragedy. He announced ex-gratia of ₹ 2 lakh to next of kin of the deceased and free treatment for the injured. He has conveyed deep sympathy for bereaved families
— CMO Odisha (@CMO_Odisha) November 20, 2018
મુર્તાકોના પરિવારને ૨ લાખ રૂપિયાનું વળતર આપની જાહેરાત ઓરિસ્સાના મુખ્યમંત્રીએ કરી છે અને ઘાયલ થયેલા લોકોને પણ મફતમાં સારવાર આપવાની જાહેરાત કરી છે.
