uttarpradesh news/ યુપી ચૂંટણી 2027: સપા-કોંગ્રેસમાં મોટો નિર્ણય, અખિલેશે કહ્યું- જે જીતશે તેને જ મળશે બેઠક

ઉત્તર પ્રદેશના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી (UP Election 2027)ને લઈને અત્યારથી જ રાજકીય હલચલ તેજ બની છે

Top Stories India
ઉત્તર પ્રદેશના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી (UP Election 2027)ને લઈને અત્યારથી જ રાજકીય હલચલ તેજ બની છે

Uttarpradesh News : ઉત્તર પ્રદેશના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી (UP Election 2027)ને લઈને અત્યારથી જ રાજકીય હલચલ તેજ બની છે. ખાસ કરીને સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડવાની (SP Congress Alliance)દિશામાં આગળ વધી રહ્યા છે, પરંતુ કયા પક્ષને કેટલી બેઠકો મળશે તે અંગે હજુ સુધી કોઈ અંતિમ ફોર્મ્યુલા સામે આવ્યું નથી. આ દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવએ બેઠક વહેંચણીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જે બેઠક પર જે પક્ષનો ઉમેદવાર જીતવાની વધુ ક્ષમતા ધરાવતો હશે, તે બેઠક તેને આપવામાં આવશે.

અખિલેશ યાદવે બેઠક વહેંચણી પર શું કહ્યું?

મૈનપુરીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન અખિલેશ યાદવે (Akhilesh Yadav)કહ્યું કે કોંગ્રેસ સાથે તેમની વાતચીત ચાલુ રહેશે અને તમામ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. બંને પક્ષો સાથે મળીને નક્કી કરશે કે કઈ બેઠક પર કયા પક્ષનો ઉમેદવાર ચૂંટણી જીતવાની સ્થિતિમાં છે.

તેમણે કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી સાથે અમારી વાતચીત ચાલુ રહેશે. અમે દરેક પાસાની વિગતવાર ચર્ચા કરીશું. બંને પક્ષો સાથે મળીને નક્કી કરીશું કે કોણ જીતી શકે છે. જે પણ પક્ષ જીતવાની સ્થિતિમાં હશે તેને તે બેઠક મળશે.”

અખિલેશના આ નિવેદનને SP Congress Allianceની આગામી રણનીતિના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે, બેઠકોની સંખ્યા અને ઉમેદવારોની પસંદગી અંગે હજુ સ્પષ્ટતા થવાની બાકી છે.

ખડગેના ઘરે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક

બીજી તરફ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને કોંગ્રેસ પણ સક્રિય થઈ છે. આજે સવારે 10 વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે.

આ બેઠકમાં 2027ની ચૂંટણીની રાજકીય સ્થિતિ, સંગઠનની તૈયારી અને સપા સાથેની બેઠક વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં રાહુલ ગાંધી ઉપરાંત ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમ, આરાધના મિશ્રા અને ઇમરાન મસૂદ સહિતના નેતાઓ હાજર રહેશે.

ખાસ વાત એ છે કે 17 નવેમ્બરે સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચણી અંગે ચર્ચા થવાની છે. કોંગ્રેસ તરફથી 181 બેઠકો (Congress 181 Seats)ની માંગ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. હવે આ માંગ પર સપાનું વલણ શું રહે છે તેના પર રાજકીય વર્તુળોની નજર છે.

દલિત સંમેલનથી સપાનું PDA ફોર્મ્યુલા મજબૂત કરવાની તૈયારી

2027ની ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીએ પોતાનું PDA (પછાત, દલિત અને અલ્પસંખ્યક) સમીકરણ મજબૂત કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. આ જ રણનીતિના ભાગરૂપે રવિવારે આગ્રામાં સપા દ્વારા દલિત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અખિલેશ યાદવે પણ હાજરી આપી હતી.

સંમેલન દરમિયાન અખિલેશે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે ભાજપ પાસે હવે એવી કોઈ જમીન રહી નથી જ્યાં તે મજબૂતીથી પગ મૂકી શકે. તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય માત્ર ભાજપને હરાવવાનો નથી, પરંતુ તેને કાયમ માટે રાજકીય રીતે નબળી પાડવાનો છે.

બીજી તરફ, સુભાસપા પ્રમુખ ઓમપ્રકાશ રાજભરે સપાના દલિત સંમેલન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે અખિલેશ યાદવ (Akhilesh Yadav)ની સરકારના કાર્યકાળ દરમિયાન સપાના લોકો પર દલિતો પર અત્યાચાર, લૂંટફાટ અને ગેરકાયદે જમીન કબજાના આરોપો લાગ્યા હતા.

કોંગ્રેસને 100 બેઠકો પણ નહીં મળે? સપા સાંસદના નિવેદનથી ચર્ચા

સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે અગાઉ સપાના એક સાંસદના નિવેદને પણ રાજકીય ગરમાવો વધાર્યો હતો. સાંસદે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ 100 બેઠકો પણ જીતી શકશે નહીં.

આ નિવેદન બાદ બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણી અને ચૂંટણીમાં એકબીજાની તાકાતને લઈને ચર્ચાઓ તેજ બની હતી. હવે અખિલેશ યાદવે જીતવાની ક્ષમતાના આધારે બેઠકો ફાળવવાની વાત કરીને ગઠબંધનની રણનીતિનો સંકેત આપ્યો છે.

હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે કોંગ્રેસની 181 બેઠકો (Congress 181 Seats)ની માંગ સામે સપા કેટલું સમાધાન કરશે અને બંને પક્ષો વચ્ચે કઈ રીતે સહમતી બનશે. 17 નવેમ્બરની બેઠક બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગઠબંધનનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે છે.


આ પણ વાંચો: ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 89 ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી,37 મહિલાઓને ટિકિટ

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં પૂર્વ સાંસદ અતીક અહેમદની પત્ની કાનપુરથી વિધાનસભાની ચૂંટણી લડશે

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં નવા-જૂનીનાં એંધાણ, આજે PM મોદીને મળશે CM યોગી, ગઇકાલે અમિત શાહ સાથે થઇ હતી બેઠક, અગાઉ જિતિનપ્રસાદ જોડાયા હતા ભાજપમાં, બીજા દિવસે આદિત્યનાથની મુલાકાત મહત્વપૂર્ણ, આગામી વર્ષે યૂપીમાં થવાની છે વિધાનસભા ચૂંટણી