Today Special/ આજે છે નેશનલ પ્રેસ ડે 2026….જાણીએ એનું મહત્વ અને એની સાથે સંકળાયેલા સૂત્રો!

રાષ્ટ્રીય પ્રેસ દિવસ (National Press Day 2026) કેવળ પત્રકારોના સન્માનનો દિવસ નથી પરંતુ વાચકો અને દર્શકો માટે એક સંદેશ છે. સમાચાર વાંચતી વખતે…

Today Special Trending Lifestyle
National Press Day 2026...લોકશાહીના ચોથા સ્તંભનું ગૌરવ મનાવવાનો દિવસ!

Today Special: એક પત્રકાર અવગણવામાં આવેલા અવાજોને સ્થાન અને મંચ પૂરું પાડે છે! સ્વતંત્રતા, સાહસ અને જવાબદારીને સન્માન આપવા માટે દર વર્ષે 16 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ (National Press Day 2026, 16 November ) મનાવવામાં આવે છે.

સવારની ચા સાથે છાપુ વાંચવું હોય કે મોબાઇલ પર દિવસના પ્રથમ સમાચાર (Newspaper or Mobile App News) જોવા હોય, આપણી રોજીંદી જીંદગીમાં પત્રકારત્વનું સ્થાન અત્યંત વિશેષ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે જે સમાચાર આપણા સુધી પહોંચે છે એની પાછળ કેટલી બધી મહેનત, પ્રશ્નો અને જવાબદારી સંકળાયેલી હોય છે! એક પત્રકાર કેવળ ઘટનાઓથી અવગત નથી કરાવતો પણ એવા અવાજોને પણ સ્થાન અને મંચ પૂરું પાડે છે જેને મોટા ભાગે સાંભળવામાં નથી આવતા! આ સ્વતંત્રતા, સાહસ અને જવાબદારીને સન્માન આપવા માટે દર વર્ષે 16 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ મનાવવામાં આવે છે.

શા માટે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય પ્રેસ દિવસ? (National Press Day 2026, 16 November ) 

રાષ્ટ્રીય પ્રેસ દિવસ ભારતમાં સ્વતંત્ર અને જવાબદાર પત્રકારત્વ (Journalism)ના સન્માન માટે મનાવવામાં આવે છે. આની શરુઆતનો સંબંધ ભારતીય પ્રેસ કાઉન્સિલ સાથે છે જે 16 નવેમ્બર 1966 થી કાર્યાન્વિત થઈ હતી.

આ કાઉન્સિલની સ્થાપનાનો ઉદ્દેશ્ય પત્રકારત્વની સ્વતંત્રતાની રક્ષા કરવાનો અને સમાચાર પત્રોમાં નેતિક જવાબદાર રિપોર્ટિંગના માપદંડોને જાળવી રાખવાનો છે. આનો વિચાર પ્રથમ વાર પ્રેસ આયોગ દ્વારા 1956 માં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ, ઈમર્જન્સી (Emergency) દરમિયાન પરિષદને સમાપ્ત કરવામાં આવી અને 1979માં નવા કાયદા અંતર્ગત એનું પુનર્ગઠન કરવામાં આવ્યું. આ દિવસ પત્રકારોને યાદ અપાવે છે કે એમની કલમ કેવળ લખવાનું માધ્યમ નથી પરંતુ સમાજ પ્રત્યે એક મોટી જવાબદારી છે.

National Press Day 2026, 16 November
National Press Day 2026, 16 November

આજના યુગમાં શા માટે જરુરી છે આ દિવસ?

આજનું પત્રકારત્વ કેવળ છાપા અને ટીવી સુધી સીમિત ન રહેતા ડિજિટલ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા અને ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ (Digital platforms, social media and online news portals) સુધી વિસ્તરેલું છે અને એણે સમાચારોની દુનિયાને ધરમૂળથી બદલી નાખી છે. હવે પડકાર કેવળ પ્રથમ સમાચાર આપવાનો નથી પરંતુ સાચા સમાચાર આપવાનો છે. ફેક ન્યૂઝ, ખોટી અને અધૂરી જાણકારી, ભ્રામક ફોટા અને પુષ્ટિ વિના વાયરલ થતા દાવાઓ આજના પત્રકારત્વ સામે એક મોટો પડકાર છે. આ સંજોગોમાં કોઇ પણ ખબરને પ્રકાશિત કરતા પહેલા એની તપાસ કરવી જરુરી છે અને તમામ પક્ષોને સાંભળવા પણ અત્યંત જરુરી છે. રાષ્ટ્રીય પ્રેસ દિવસ આ વાતનો સંદેશ આપે છે કે પત્રકારત્વમાં સ્વતંત્રતાની સાથે નિષ્પક્ષતા અને જવાબદારી પણ હોવી જોઇએ.

પત્રકારત્વનું કામ..જીગરનું કામ!

સત્યને સામે લાવવાની હિંમત અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા માટે પત્રકારો પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા અચકાતા નથી! જીવના જોખમે કામ કરનારા આ સમાજના પ્રહરીઓનો અવાજ કોઈ સત્તાધીશો કે કોઈ તાકાત દબાવી ન શકે એ માટે એમને સ્વતંત્રતા મળવી અત્યંત જરુરી છે. જો આમ થાય તો જ એ પોતાનું કાર્ય સુપેરે કરી શકે છે.

પત્રકારત્વને લોકશાહીનો ચોથો સ્તંભ (4th Pillar of Democracy) કહે છે. ભારત ( India) માં કે વિશ્વભરમાં પ્રેસ ફ્રીડમ માટે અનેક વાર ચર્ચાઓ યોજાતી જ રહી છે. આ કામ ઘણું જોખમ ભરેલું છે. ઘણી વાર સાચી ઘટનાને બહાર લાવવા માટે કામ કરનારા પત્રકારો પર હુમલા થયા હોવાના અનેક ઉદાહરણો વિશ્વભરમાં મોજૂદ છે!

National Press Day 2026, 16 November.
National Press Day 2026, 16 November.

રાષ્ટ્રીય પ્રેસ દિવસના સૂત્રો

1. પત્રકારત્વની અસલ તાકાત એના અવાજમાં નહિં પરંતુ એના સત્યમાં હોય છે.

2. જ્યાં સવાલ પૂછવાની આઝાદી હોય છે ત્યાં જ લોકતંત્ર મજબૂત થાય છે.

3. ઝડપી સમાચાર આપવા સારી વાત છે પણ સાચા સમાચાર આપવા મોટી જવાબદારી છે.

4. એક ઈમાનદાર કલમ હજારો લોકોની ખામોશીનો અવાજ બની શકે છે.

5. પત્રકારનું કામ કેવળ ઘટનાઓ જોવાનું નથી પણ એની પાછળના સત્યને સામે લાવવાનું પણ છે.

6. નીડર પત્રકાર એ છે જે દબાણમાં પણ સવાલ પૂછવાનું ચૂકતા નથી.

7. કલમની શાહી ત્યાં સુધી સાર્થક છે જ્યાં સુધી એનો ઉપયોગ સમાજની ભલાઈ માટે કરવામાં આવે.

રાષ્ટ્રીય પ્રેસ દિવસ કેવળ પત્રકારોના સન્માનનો દિવસ નથી પરંતુ વાચકો અને દર્શકો માટે એક સંદેશ છે. સમાચાર વાંચતી વખતે સવાલ પૂછો, જાણકારીની પુષ્ટિ કરો અનેજવાબદાર પત્રકારત્વને મહત્વ આપો. કારણકે એક જાગૃત નાગરિક જ મજબૂત લોકતંત્રની અસલ ઓળખ છે.


આ પણ વાંચો: આજે બાળ દિવસ…જાણો એનો ઇતિહાસ, મહત્વ અને ચાચા નહેરુ સંલગ્ન વાતો…

આ પણ વાંચો: ભારતમાં શાથી વધી રહ્યા છે કેન્સરના કેસ…જાણીએ શું છે એની પાછળના મુખ્ય 3 કારણો અને ‘વિશ્વ કેન્સર દિવસ’ 2026 ની મહત્તા…

આ પણ વાંચો: પાયાગત માનવીય મૂલ્યોને જાળવી રાખવા અંગેની પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ સમ…’વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ’…