Today Special: પ્રેસ અને મીડિયાને ફ્રીડમ મળે એ ઉદ્દેશ્યથી દર વર્ષે 3 મેના રોજ ‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ’ (World Press Freedom Day 2026, 3 May) મનાવવામાં આવે છે.
આ દિવસનો મૂળભૂત હેતુ સમાચાર માધ્યમોની સ્વતંત્રતાના પાયાગત સિદ્ધાંતોનું સન્માન કરવાનો, વૈશ્વિક સ્તરે પ્રેસની આઝાદીનું મૂલ્યાંકન કરવાનું અને દુનિયાભરના પત્રકારોની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું છે.

‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ’ નો ઇતિહાસ (History)
વર્ષ 1991માં આફ્રીકાના પત્રકારોએ પ્રેસ ફ્રીડમ માટે અભિયાન છેડ્યું હતુ. આ સંદર્ભે 3 મેના દિવસે પ્રેસની આઝાદીના સિદ્ધાંતો અંગે એક બયાન જારી કરવામાં આવેલું જેને આજે ‘ડિક્લેરેશન ઑફ વિંડહોક’ (Declaration of Windhoek) ના નામથી જાણીતું છે.
એ પછી બરાબર બે વર્ષે વર્ષ 1993માં સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે લોકશાહીના જતન માટે મીડિયાનું સ્વતંત્ર હોવું કેટલું જરુરી છે! આ દિવસ ‘વિંડહોક ઘોષણા’ની વર્ષગાંઠનું પ્રતીક છે. આ વિશેષ દિવસ આપણને યાદ કરાવે છે કે એક સ્વસ્થ લોક તંત્ર માટે સ્વતંત્ર, નિષ્પક્ષ અને જવાબદાર પ્રેસની કેટલી આવશ્યકતા હોય છે જે સત્તાધીશોની ખામીઓ પર પ્રકાશ પાડી શકે!

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય
આ દિવસના મુખ્ય ઉદ્દેશ્યોમાં સામેલ છે…
1. પ્રેસની આઝાદીની રક્ષા કરવી
2. પત્રકારોને સન્માનિત કરવા
3. મીડિયા સામે ઉદ્ભવનારા પડકારો પર ચર્ચા કરવી

‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ’નું થીમ (World Press Freedom Day 2026 Theme)
આ વિશેષ દિવસનું આ વર્ષ 2026નું થીમ છે,
“Shaping A Future of Peace-Promoting Press Freedom for Human Rights, Development and Security”
અર્થાત્
“શાંતિના ભવિષ્યને આકાર આપવો – માનવ અધિકારો, વિકાસ અને સુરક્ષા માટે પ્રેસ સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવું”
પ્રેસ અને મીડિયા (Media)ને સાચા સમાચાર સુધી પહોંચવાનું અને લોકો સુધી પહોંચાડવાનું ફ્રીડમ મળે એ ઉદ્દેશ્યથી દર વર્ષે 3 મેના રોજ ‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ’ મનાવવામાં આવે છે અને એનો મૂળભૂત હેતુ સમાચાર માધ્યમોની સ્વતંત્રતાના પાયાગત સિદ્ધાંતોનું સન્માન કરવાનો, વૈશ્વિક સ્તરે પ્રેસની આઝાદીનું મૂલ્યાંકન કરવાનું અને દુનિયાભરના પત્રકારો (Journalists)ની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું છે.

પત્રકારત્વનું કામ..જીગરનું કામ!
સત્યને સામે લાવવાની હિંમત અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા માટે પત્રકારો પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા અચકાતા નથી! જીવના જોખમે કામ કરનારા આ સમાજના પ્રહરીઓનો અવાજ કોઈ સત્તાધીશો કે કોઈ તાકાત દબાવી ન શકે એ માટે એમને સ્વતંત્રતા મળવી અત્યંત જરુરી છે. જો આમ થાય તો જ એ પોતાનું કાર્ય સુપેરે કરી શકે છે.
પત્રકારત્વને લોકશાહીનો ચોથો સ્તંભ (4th Pillar of Democracy) કહે છે. ભારત ( India) માં કે વિશ્વભરમાં પ્રેસ ફ્રીડમ માટે અનેક વાર ચર્ચાઓ યોજાતી જ રહી છે. આ કામ ઘણું જોખમ ભરેલું છે. ઘણી વાર સાચી ઘટનાને બહાર લાવવા માટે કામ કરનારા પત્રકારો પર હુમલા થયા હોવાના અનેક ઉદાહરણો વિશ્વભરમાં મોજૂદ છે!
સમગ્ર વિશ્વમાં એવા અનેક પત્રકારો છે જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના રિપોર્ટિંગ અને કાર્યને અંજામ આપ્યો હતો. આવા કેટલાક નામોમાં અગ્રણી છે જોસેફ પુલિત્ઝર, પી સાઈનાથ, સુચેતા દલાલ, ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકી, હન્ટર એસ થોમ્પસન વગેરે…
આ વિશેષ દિવસને યુનેસ્કો (UNESCO) દ્વારા મનાવવામાં આવે છે. આ અવસરે વર્ષ 1997 થી દર વર્ષે ‘વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પુરસ્કાર’ (Guillermo Cano World Press Freedom Award) પણ પ્રદાન કરવામાં આવે છે. આ એવા લોકો કે સંસ્થાને આપવામાં આવે છે જેમણે પ્રેસની આઝાદી માટે ઉલ્લેખનીય કાર્ય કર્યુ હોય. ભારતમાં હજુ સુધી આ એવોર્ડ કોઇને પણ પ્રાપ્ત થયો નથી.
