Today Special/ વિશ્વભરના આવિષ્કારકર્તાઓ અને રચયિતાઓના યોગદાનને સન્માનિત અને સંરક્ષિત કરવાના હેતુસર મનાવાય છે ‘વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ’…

સંગીત, કળા, રમતગમત સહિતના અનેક વિષયોને સંલગ્ન બૌદ્ધિક સંપત્તિને આ ‘વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ’ (World Intellectual Property Day 2026) સુરક્ષા પ્રદાન…

Trending Lifestyle
World Intellectual Property Day 2026, પેટન્ટ, કૉપીરાઇટ, ટ્રેડમાર્ક

Today Special: પ્રતિવર્ષ 26 એપ્રિલના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ’ (World Intellectual Property Day 2026) મનાવવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવાનો મૂળ હેતુ પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ડિઝાઇન જેવી બુદ્ધિ સંલગ્ન સંપત્તિ વિશે જાગૃતિવર્ધનનો છે.

‘વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ’નો ઉદ્દેશ્ય

વિશ્વભરના આવિષ્કારકર્તાઓ અને રચયિતાઓના યોગદાનને સન્માનિત અને સંરક્ષિત કરવાના હેતુસર આ દિવસ મનાવવાનું શરુ થયું હતુ. સંગીત, કળા સહિતના અનેક વિષયોને સંલગ્ન બૌદ્ધિક સંપત્તિને આ દિવસ સુરક્ષા પ્રદાન કરવા પ્રેરે છે.

World Intellectual Property Day 2026, પેટન્ટ, કૉપીરાઇટ, ટ્રેડમાર્ક

‘વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ’નું આ વર્ષનું થીમ (World Intellectual Property Day 2026 Theme)

આ વિશેષ દિવસનું વર્ષ 2026નું થીમ છે…

“Intellectual Property and Sport: Get Set, Go, Innovate”

અર્થાત્

“બૌદ્ધિક સંપત્તિ અને રમતગમત: તૈયાર થાઓ, શરૂઆત કરો, નવીનતા લાવો”

World Intellectual Property Day 2026, પેટન્ટ, કૉપીરાઇટ, ટ્રેડમાર્ક

આ વિષયવસ્તુ બૌદ્ધિક સંપદાના એવા મહત્વને ઉજાગર કરે છે જે એથલીટ્સ, બ્રાન્ડ્સ અને રચનાત્મક વિચારો (Athletes, Brands and Creative Ideas)ને સંરક્ષિત કરે છે.

આયોજન WIPO અર્થાત્ World Intellectual Property Organization દ્વારા કરવામાં આવે છે. નવીન વિચારોને પ્રોત્સાહન આપવા અને આર્થિક વિકાસમાં બુદ્ધિજીવીઓ અને એમના વિચારોની ભૂમિકા વિશે લોકોમાં જાગૃતિ વધારવા માટેનો આ એક અનોખો દિવસ છે.

World Intellectual Property Day 2026, પેટન્ટ, કૉપીરાઇટ, ટ્રેડમાર્ક

‘વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ’નો ઇતિહાસ (History)

આ દિવસની શરુઆત વર્ષ 2000માં WIPO ના સભ્ય દેશો દ્વારા કરવામાં આવી હતી. WIPOની સ્થાપના વર્ષ 1967માં કરવામાં આવી હતી જેનું મુખ્ય કાર્યાલય જીનિવા, સ્વિટ્ઝર્લેન્ડ ખાતે સ્થિત છે. આ સંયુક્ત રાષ્ટ્રની સૌથી જૂની એજન્સીઓ પૈકીની એક છે. ભારત (India) દેશ વર્ષ 1975માં એનું સભ્ય બન્યો હતો.

બૌદ્ધિક સંપદાનું નિર્માણ એક રોમાંચકારી ક્ષણ હોય છે. બજારમાં પ્રવેશતા પહેલા પોતાના વિચારોને સર્વોત્તમ રીતે સુરક્ષિત રાખવા આવશ્યક છે. આ મૂળ વિચારધારામાંથી 4 પ્રકારની બૌદ્ધિક સંપદા સંરક્ષણનો જન્મ થયો અને એ છે,

1. કૉપીરાઇટ

2. ટ્રેડમાર્ક

3. પેટન્ટ

4. વ્યાપાર રહસ્ય

World Intellectual Property Day 2026, પેટન્ટ, કૉપીરાઇટ, ટ્રેડમાર્ક

બૌદ્ધિક સંપદા કાયદા દ્વારા સંરક્ષિત

બૌદ્ધિક સંપદાને કાયદા (Law) દ્વારા સંરક્ષિત કરવામાં આવે છે. જેમ કે જે લોકોએ આવિષ્કાર (Innovation), સર્જન કર્યું હોય એમને ઓળખ માટે અને નાણાકીય લાભ માટે પેટન્ટ, કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક (Patents, Copyrights and Trademarks) દ્વારા સુરક્ષિત કરીને વ્યક્તિ કે બ્રાન્ડને સક્ષમ બનાવાય છે.

આનો મોટો લાભ એ છે કે, આ કાયદાકીય અધિકારનો ઉપયોગ કરીને તમારી બૌદ્ધિક રચનાઓનો તમારી સંમતિ વિના કોઇ અન્ય ઉપયોગ કરે તો એને અટકાવી શકાય છે. IP અધિકાર (IP Right) તમને નવીન અને રચનાત્મક વિચારોના વ્યવસાયીકરણ અને ઉપયોગ કરવાની અનુમતિ પ્રદાન કરે છે.

આ વિશેષ દિવસને પેનલ ચર્ચાઓ, સ્વાગત સમારંભો, પ્રદર્શનો અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા દુનિયાભરમાં ઉજવવામાં આવે છે.

અંતે નિષ્કર્ષ એ છે કે, બૌદ્ધિક રચનાઓનો તમારી સંમતિ વિના કોઇ અન્ય ઉપયોગ કરે તો એને અટકાવી શકાય અને આર્થિક વિકાસમાં બુદ્ધિજીવીઓ અને એમના વિચારોની ભૂમિકા વિશે લોકોમાં જાગૃતિ વધારવા માટેનો આ એક અનોખો દિવસ છે.


આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…

આ પણ વાંચો: 

આ પણ વાંચો: કલ્પના, સંવાદ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું એક શક્તિશાળી માધ્યમ છે પુસ્તક…આજે 23 એપ્રિલ…’વર્લ્ડ બુક ડે’..!