Ahmedabad News : અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ટ્રાવેલ અને વિઝા-ટિકિટની સ્કીમના નામે લાખો રૂપિયાની છેતરપીંડી(Defrauded) થયાનો મામલો સામે આવ્યો છે. આ અંગે રોહિતભાઈ દિલીપભાઈ વછેટા (ઉંમર 36, રહે. ન્યુ મનોરથ સોસાયટી, નવરોજી હોલ પાસે, ડફનાળા રોડ, શાહીબાગ) દ્વારા તા. 24/04/2026ના રોજ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટ્રાવેલ પેકેજ, વિઝા, ટિકિટ અને રહેવા-જમવાની સ્કીમના નામે છેતરપીંડી(Defrauded)

ફરિયાદ મુજબ, ઓગસ્ટ 2025થી અત્યાર સુધી સેટેલાઇટ (Satellite)વિસ્તારમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા આઇ.ઓ.સી. પેટ્રોલ પંપ નજીક એમરલ્ડ હિમાલય બિલ્ડિંગમાં, એક્સિસ બેંક ઉપર આવેલી ઓફિસ નં. 302 “K.C. Holidays” ખાતે આરોપીઓએ ટ્રાવેલ પેકેજ, વિઝા, ટિકિટ અને રહેવા-જમવાની સ્કીમના નામે લોકોને ફસાવ્યા હતા.
આ કેસમાં આરોપી તરીકે કિરણ ચંદ્રકાંત ચૌહાણ (K.C. Holidays Group / K.C. Management કંપનીના માલિક), તેમની પત્ની પારૂલબેન કિરણભાઈ ચૌહાણ તથા કર્મચારી વિવેકભાઈનું નામ સામે આવ્યું છે.
આરોપીઓએ રોહિતભાઈ પાસેથી ઓનલાઇન રૂ. 1,10,250 અને રોકડ રૂ. 1,00,000 મેળવી કુલ રૂ. 2,10,250 વસૂલ્યા હતા. ઉપરાંત અન્ય લોકો પાસેથી પણ રૂપિયા વસૂલ્યા હતા:
- રવિભાઈ દિલીપભાઈ વછેટા પાસેથી 4 ટિકિટ માટે રૂ. 3,20,500
- કૃણાલભાઈ વિષ્ણુભાઈ વછેટા પાસેથી 3 ટિકિટ માટે રૂ. 2,40,375
- નરેશભાઈ બાબુલાલ વછેટા પાસેથી 2 ટિકિટ માટે રૂ. 2,00,000
આ રીતે કુલ રૂ. 9,71,125 એકત્રિત કર્યા છતાં આરોપીઓએ કોઈ ટિકિટ કે વિઝા આપ્યા નહોતા અને તમામ સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હતી.
આ મામલે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેસની તપાસ પો.સ.ઈ. વાય.એસ. ચુડાસમા દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરનારા સાયબર ક્રાઈમ ગેંગના બે શખ્સો ઝડપાયા
આ પણ વાંચો:દેશનો સૌથી મોટો સાયબર ફ્રોડ ઝડપાયો! ભાવનગરથી ચાલતું હતું ₹719 કરોડનું રેકેટ
