Ahmedabad News : ગુજરાત પોલીસે સમન્વય પોર્ટલના ડેટાબેઝનો ઉપયોગ કરીને સાયબર ક્રાઈમની પ્રવૃતિ સાથે સંકળાયેલા મ્યુલ એકાઉન્ટની માહિતી મેળવીને કાયદેસરની કાર્યવાહી માટે ઓપરેશન મ્યુટ હન્ટ શરૂ કરવામાં આવ્યું હતું.
જેમાં આ પ્રકારના મ્યુટ એકાઉન્ટ શોધી કાઢવા શહેર પોલીસ કમિનર જી.એસ.મલિકની સુચનાને આધારે ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. પોલીસે સમન્વય પોર્ટલના ડેટાનું એનાલિસિસ કરતા ઉત્કર્ષ બેન્ક એકાઉન્ટ વિરૂધ્ધ પંજાબ તથા ગુજરાતમાં બે ફરિયાદ તથા યસ બેન્કના એક એકાઉન્ટ વિરૂધ્ધ ગુજરાત, દિલ્હી અને કર્ણાટકમાં 3 સાયબર ક્રાઈમની ફરિયાદ મળી આવી હતી.
આ બન્ને બેન્ક એકાઉન્ટની માહિતી મેળવતા બન્ને બેન્ક એકાઉન્ટ BFX TRADING CO ના હોવાનું તથા તેના પ્રાઈટર અમદાવાદના ઓઢવના કોટેચા ગિરીશકુમાર બીપીનચંદ્ર તથા ઠક્કરનગર અમદાવાદના પંચાલ બ્રિજેશ દિનેશભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
તપાસમાં યશ બેન્કના એકાઉન્ટમાં ત્રણ મહિનામાં રૂ.4,77,13,875 ડેબિટ થયા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. પોલીસે બન્ને બેન્ક એકાઉન્ટ હોલ્ડરની પુછપરછ કરતા તેમના સંયુકત પાર્ટનરશીપમાં તથા વ્યક્તિગત 12 જેટલા બેન્ક એકાઉન્ટ વિરૂધ્ધમાં22 જેટલી સાયબર ક્રાઈમની ઓનલાઈન ફરિયાદ અલગ અલગ રાજ્યોમાંનોંધાયેલી હોવાનું જણાયું હતું.
આથી પોલીસે ગિરીશકુમાર કોટેચા અને બ્રિજેશ પંચાલની ધરપકડ કરીહતી. તેમની પાસેથી પોલીસે 57 ચેકબુક, 15 ચેક, 40 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, એક લેપટોપ, સ્કેનર, પીઓએસ મશીન, 4 સ્ટેમ્પ, ચાર સિક્કા અને 9 સીમકાર્ડ કબજે કર્યા હતા.
તપાસમાં કુલ 60 બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું જણાયું હતું, તેમાંથી 21 બેન્ક એકાઉન્ટ પર જુદા જુદા રાજ્યોમાં 108 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો : TRAIના કર્મચારી અને પોલીસની ઓળખ આપી ડિજીટલ એરેસ્ટ કરી 11.42 કરોડની છેતરપિંડી કરનારા 3 ઝડપાયા
આ પણ વાંચો : ડિજીટલ એરેસ્ટ કરી 11.42 કરોડની ઠગાઈ કરતી ગેંગના શખ્સોને ઝડપી લેતી સાયબર ક્રાઈમ પોલીસ
આ પણ વાંચો : ડિજીટલ એરેસ્ટ કરી રૂપિયા ખંખેરતી ગેંગના 8 શખ્સોને ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલે ઝડપી લીધા

