Ahmedabad News : ગુનેગારોને હવે ભારત બહાર જતા અટકાવવા માટે નક્કર પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ગુનો કરી દેશ છોડતા ગુનેગારો સામે સરકારે હવે ત્રીજું નેત્ર ખોલ્યું છે. જેમાં હવે હવે નાનો ગુનો હશે તો પણ માત્ર 1 વર્ષ માટે જ નવો પાસપોર્ટ નીકળશે. આમ ગુનેગારોને ભારત બહાર જતા અટકાવવા માટે સરકારનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
તે સિવાય કોઈપણ નાનો-મોટો ગુનો હશે તો તેને માત્ર 1 વર્ષનો પાસપોર્ટ મળશે. ઉપરાંત આવી વ્યક્તિને જો વિદેશ ફરવા જવું હશે તો પણ કોર્ટની મંજૂરી લેવી પડશે. ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિના પાસપોર્ટ રિન્યુ માટે પણ આ જ નિયમ લાગુ પડશે.
આમ સરકારે હવે ગુનેગારોને ભારત બહાર જતા અટકાવવા કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ