Ahemdabad/ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી વિવાદ: પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના સમયના તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ, લાગવગથી કર્મચારીઓને લગાવ્યા નોકરીમાં, ABVPનો ઉગ્ર વિરોધ

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી વિવાદને લઈને પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના સમયના તમામ અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ. ABVPએ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ગંભીર આક્ષેપો સાથે નોંધાવ્યો વિરોધ

Ahmedabad Gujarat Breaking News
Neerja Gupta

Ahemdabad News: ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા (Neerja Gupta)ના કાર્યકાળ દરમિયાન થયેલી ભરતીને લઈને વિવાદ વધુ ઘેરાયો છે. યુનિવર્સિટી દ્વારા તે સમયગાળા દરમિયાન ભરતી કરાયેલા તમામ અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ તેમની સેવા સમાપ્ત (ટર્મિનેટ) કરવા અંગે નિર્ણય લેવાશે.

આ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ABVPએ આરોપ લગાવ્યો છે કે પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરીને ભરતી કરવામાં આવી હતી અને તેના કારણે યુનિવર્સિટીને આશરે 10.93 કરોડનું નુકસાન થયું છે. ઉપરાંત, હંગામી કર્મચારીઓને દૂર કરીને મનપસંદ લોકોને નોકરી આપવામાં આવી અને નિયમો વિરુદ્ધ પગાર ચૂકવવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ABVPએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કોને કોને કરાયા સસ્પેન્ડ

પાવન પંડિત – એનિમેશન કોઓર્ડીનેટર- 2.50 લાખ

શ્રીનિવાસ રાઓ – GUSEC CEO – 5 લાખ

બિશ્વજીત અધિકારી – GUSEC – 2.50 લાખ

માનસિંગ રજોરા – GUSEC – 1.25 લાખ

ચંદ્રશેખર ઝા – એસ્ટેટ ઓફિસર – 1.50 લાખ

દિનેશ શર્મા – ચીફ એકાઉન્ટ ઓફિસર – 1.25 લાખ

પરેશ સોની – ફાયર ઓફિસર – 60 હજાર

તુષાર ત્રિવેદી – લીગલ ઓફિસર – 40 હજાર

POP – પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ હેઠળ ભરતી કરાયેલા કોન્ટ્રાક્ટ આધારિત ઓફિસર ફેકલ્ટી – એક ફેકલ્ટીનો 2.25 લાખ પગાર


આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ VC નીરજા ગુપ્તા સામે કરોડોના પગાર ખર્ચનો આક્ષેપ, ABVPએ કરી તપાસની માંગ

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં B.Comની પરીક્ષામાં મોટો લોચો, વિદ્યાર્થીઓને વહેંચી દીધા ખોટા પેપર

આ પણ વાંચો: ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ પાછી ઠેલાઈ, એપ્રિલની પરીક્ષાઓ હવે મે મહિનામાં!