Gandhinagar News/ ડિજીટલ એરેસ્ટ કરી 11.42 કરોડની ઠગાઈ કરતી ગેંગના શખ્સોને ઝડપી લેતી સાયબર ક્રાઈમ પોલીસ

આ સંદર્ભે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે

Gujarat Gandhinagar

Gandhinagar News : આ કેસમાં આરોપીઓએ ફરિયાદીને વોટ્સએપ વિડીયો કોલ અને સાદા કોલ કરીને સંપર્ક કર્યો હતો. બાદમાં આરોપીઓએ તેમની ઓળખ TRAI દિલ્હીના કર્મચારી તથા પોલીસ અધિકારીઓ તરીકેની ઓળખ આપીને ફરિયાદીને તેનો મોબાઈલ બે કલાકમાં બંધ થઈ જશે કહીને આધારકાર્ડથી મોબાઈલ એક્ટીવેટ થયો છે જેનો ઉપયોગ ગુનાહિત પ્રવતિમાં થયો છે અને FIR દાખલ થઈ છે કહીને ડરાવ્યો હતો.

બાદમાં આ શખ્સોએ CBI, FEMA,RBI,SEBI અને RAW જેવી એજન્સીઓમાં તપાસ કરવાનો સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે તેમ કહીને કોઈને પણ વાત ન કરવા તથા ઘરની બહાર ન નીકળવા અને તેમના જીવને જોખમ છે, એમ કહ્યું હતું.બાદમાં ફરિયાદી પર ખોટા આરોપ મુકીને આજીવન કેદના ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને ગેરકાયદે ડિજીટલ એરેસ્ટ કરી અલગ અલગ બેન્ક ખાતાઓમાં રૂ.11,42,75,000 પડાવી લઈને છેતરપિંડી કરી હતી.

આ કેસમાં ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની ટીમે કશ્યપ એ.બેલાણી, દિનેશ સી.લીંબાચીયો અને ધવલ એમ.મેવાડાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે 10 મોબાઈલ, બેન્ક એકાઉન્ટના ચાર ડેબિટ કાર્ડ, 3 લેપટોપ અને 1 રબર સ્ટેમ્પ કબજે કર્યા હતા.

તપાસમાં આરોપીઓે વિળ્વા ગગ્લોબલ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ખોલાવેલા ખાતાની વિગતો 1930 પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પર ચેક કરતા સમગ્ર દેશમાં સાયબર ક્રાઈમના ગુના થયા હોવાનું જણાયું હતું. જેમાં મહારાષ્ટ્રના મુંબઈમાં એક, તામિલનાડુમાં 1, તેલંગાણામાં 1 એમ ત્રણ ફરિયાદ નોંધાઈ છે. જેમાં રૂ.18,55,01,168ની સાયબર ઠગાઈ થઈ હોવાનું બહાર આવ્યું છે. આ સંદર્ભે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠાના હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડમાં બહાર આવી વધુ એક છેતરપિંડી

આ પણ વાંચો:હિંમતનગરમાં BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ દાખલ, ARના સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા

આ પણ વાંચો:હિંમતનગર : 15 વર્ષની કિશોરીનું હાર્ટએટેકથી મોત, નાની ઉંમરમાં હાર્ટએટેકના બનાવોથી લોકોમાં ચિંતા