Rajkot News: રાજકોટ (Rajkot) હિટ એન્ડ રન (Hit and Run) કેસમાં નશામાં ધૂત યુવકોને બચાવવા રાજકોટ પોલીસ (Rajkot Police) પર યુવકે બચાવવા ડ્રાઈવરને બદલી નાખ્યો હોવાનો આરોપ (Allegation) મૂકવામાં આવ્યો છે ત્યારે હ્યુમન રાઇટ્સ વિભાગના આસિ.પ્રોફેસર રાજુ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, તેમના પુત્રનો આ ઘટનામાં ક્યાંય રોલ નથી.
માહિતી મુજબ, 21 માર્ચના રોજ ન્યારી ડેમ રોડ (Nyari Dam Road) પર 18 વર્ષીનો યુવક વાહન (Drive vehicle) લઈને આવતો હતો ત્યારે સામેથી આવતી કારે (Car) ટક્કર મારીને કચડી નાખ્યો હતો. અકસ્માત (Accident)માં પરાગ ગોહિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત (Injured) થયો હતો. યુવકને કચડી નાખી નબીરાઓ ફરાર થઈ ગયા હતા. જોકે, આ મામલે પોલીસે ડ્રાઈવર બદલી નાખ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો કે તેણે પોલીસ સાથે સોદો કરીને ડ્રાઇવર બદલી નાખ્યો હતો. આ કેસની તપાસ કરવા પોલીસને લેખિત ફરિયાદ (Written Complain)માં આપવામાં આવી હતી.

પીડિતના પરિવારે દાવો કર્યો છે કે રાજકોટ પોલીસ (Rajkot Police) સાથે મળીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદમાં પીડિત પરિવારે દાવો કર્યો છે કે અકસ્માત સમયે કારમાં ત્રણ લોકો હતા, જેમાંથી એક વ્યક્તિ ડ્રાઇવર બાજુના દરવાજામાંથી બહાર આવ્યો અને પાછળના દરવાજામાં બેઠો અને પાછળની સીટ પર બેઠેલો યુવાન ડ્રાઇવર સીટ પર આવીને બેઠો. પરિવારનો આરોપ છે કે પોલીસ ખોટા ડ્રાઇવરને રજૂ કરીને કેસ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
ત્યારે આ ઘટનામાં હ્યુમન રાઇટ્સ વિભાગના આસિ.પ્રોફેસર રાજુ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, મારા પુત્રનું નામ આવ્યું છે, મારા પુત્રનો આ અકસ્માતમાં ક્યાંય રોલ નથી. મેં ઇજાગ્રસ્તના પરિવાર સાથે વાત કરી છે, પોલીસ કાર્યવાહી ચાલુ છે, હું આ મામલે સ્ટેટમેન્ટ આપી ન શકું. તેમણે વધુ જણાવતાં કહ્યું કે, મારો પુત્ર ક્યાંય છે જ નહીં, કારમાં પણ મારો પુત્ર નહોતો. મારા પુત્રને ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્ર સાથે સંબંધ નથી. મારો કે મારા ભાઈ જશ્મિનના પુત્રનો પણ આમાં કોઈ રોલ નથી.

આ મામલે તાલુકા પોલીસે પીડિતને યોગ્ય જવાબ ન આપતાં મામલો હવે ગૃહ વિભાગ (Home Department) સુધી પહોંચ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજકોટ પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtrta University)ના હ્યુમન રાઇટ્સ વિભાગના HODનો દીકરો હોવાની આશંકા વિભાગના વડા (HOD) રાજુ દવેના પુત્ર અને ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને અકસ્માત કેસમાં બચાવવા માટે આવી યુક્તિ વાપરી હોવાનું કહી રહ્યાં છે. અકસ્માત કેસમાં પ્રવીણસિંહ બચુભાઈ જાડેજાને ખોટી રીતે ડ્રાઈવર બનાવીને નબીરાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ભાઈ, રાજ્યમાં કાયદો છે, રાજકોટ પોલીસ કોની લાવી સાન ઠેકાણે
આ પણ વાંચો:રાજકોટ પોલીસ કમિશનરની મનમાની, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ
આ પણ વાંચો:રાજકોટ દુર્ઘટનાને પગલે રાજકોટ પોલીસ કમિશનરની બદલી
