Bengaluru News/ સ્પેશિયલ ક્લાસના બહાને કોલેજ પ્રોફેસરએ વિદ્યાર્થીને બોલાવી, વિદ્યાર્થીની સાથે છેડતીનો આરોપ

બેંગ્લુરુની ખાનગી કોલેજ પ્રોફેસર દ્વારા એક વિદ્યાર્થીને સ્પેશિયલ ક્લાસના બહાને બોલાવવામાં આવી હતી. આખા વર્ગ માંથી કેમ માત્ર તેણીને જ બોલાવવામાં આવી હતી?

NATIONAL India Trending

Bengaluru News: બેંગલુરુની એક પ્રખ્યાત ખાનગી કોલેજના પ્રોફેસરે એક વિદ્યાર્થીનીને તેના અભ્યાસમાં મદદ કરવાના બહાને તેના ઘરે લલચાવીને બોલાવી, વિદ્યાર્થી પ્રોફેસર પર છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રોફેસરે વિદ્યાર્થીનીને કહ્યું કે જો તે તેની સલાહનું પાલન કરશે તો તેને સારા ગુણ અને હાજરી મળશે. પોલીસે આરોપી પ્રોફેસરની ધરપકડ કરી છે અને કેસની તપાસ કરી રહી છે.

‘સ્પેશિયલ ક્લાસ ‘ના બહાને ઘરે બોલાવી

પ્રાથમિક માહિતી મુજબ, કોલેજના પ્રોફેસરે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ (BCA) વિભાગની વિદ્યાર્થીનીને ‘સ્પેશિયલ ક્લાસ’ના બહાને પોતાના ઘરે બોલાવી હતી. પ્રોફેસરે પોતાના પદનો દુરુપયોગ કરીને વિદ્યાર્થીની સાથે છેડતી કરી હોવાનો ગંભીર આરોપ છે.

અહેવાલ મુજબ, 25 સપ્ટેમ્બરનાં રોજ જ્યારે વિદ્યાર્થીની પ્રોફેસરના ઘરે પહોંચી, ત્યારે તેને સમજાયું કે ઘરમાં કોઈ પરિવારજનો હાજર નથી. પ્રોફેસરે આ સ્થિતિનો ફાયદો ઉઠાવી, વિદ્યાર્થી સાથે અયોગ્ય વર્તન કર્યું અને કથિત રીતે છેડતી કરી. આરોપ મુજબ, પ્રોફેસરે વિદ્યાર્થીને ધમકી આપી કે જો તે તેની વાત ન માને, તો તેના ગ્રેડ ઘટાડશે અને હાજરી પણ કાપી નાખશે.

અણધાર્યા કૃત્યથી ગભરાયેલી વિદ્યાર્થી તાત્કાલિક ત્યાંથી ભાગી ગઈ અને ઘરે પહોંચી માતાપિતાને સમગ્ર ઘટના જણાવી. માતાપિતા આઘાતમાં આવી ગયા અને તરત જ તિલક નગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસે ફરિયાદ નોંધાવી અને ગંભીર ગુનાની તપાસ શરૂ કરી.

પોલીસની તાત્કાલિક કાર્યવાહી 

પોલીસે ગુનો નોંધ્યા બાદ પ્રોફેસરને પકડી પાડ્યો છે. હાલમાં તે પોલીસ રિમાન્ડ પર છે અને તેની સામે જાતીય સતામણી તથા સત્તાનો દુરુપયોગ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રોફેસરે યુવતીને માનસિક રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેનું વિશ્વાસ જીતવા માટે તેની માતા સાથે વાત કરી હતી. જે પહેલાથી આયોજન કરેલ હોય તેવું લાગે છે.

કોલેજ તરફથી પણ આ મામલે આંતરિક તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને કોલેજે સ્પષ્ટ કર્યું છે કે આવા વર્તનને સહન નહીં કરવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બેંગલુરુ પોલીસે કલાકોમાં જ ચોરોની એક ગેંગનો પર્દાફાશ કર્યો, એક છે મહિલા જીમ ટ્રેનર

આ પણ વાંચો:કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી, બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો:બેંગલુરુમાં પીજીમાં ઘૂસીને યુવતી પર જાતીય હૂમલો, ચાકૂની અણીએ ચલાવી લૂંટ