Bengaluru News: કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને તેમની તબિયત લથડવાના કારણે મંગળવારે બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાર્ટીના સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે ખડગેને મંગળવારે તાવ અને પગમાં દુખાવાની ફરિયાદ બાદ બેંગલુરુની એમએસ રામૈયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંના ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે.
ત્તેયાર બાદ તેમના પુત્ર અને કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેના દ્વારા બુધવારે X પર જણાવમાં આવ્યું હતુ , કે ” ખડગેની પેસમેકર ઇમ્પ્લાન્ટેશન પ્રક્રિયા આજે વહેલી સવારે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ. તે એક ટૂંકી અને નાની પ્રક્રિયા હતી અને પ્રક્રિયા પછી તેમની તબિયત સ્થિર થઈ ગઈ છે. તેઓ 3 ઓક્ટોબરથી પોતાનું કામ ફરી શરૂ કરશે અને તેમના તમામ સુનિશ્ચિત કાર્યક્રમોમાં હાજરી આપશે તેવી અપેક્ષા છે.
બધા દ્વારા આપવામાં આવેલી ચિંતા, સમર્થન અને સ્નેહ બદલ અમે આભારી છીએ.
Medical Update :
The pacemaker implantation procedure for Sri. Kharge was successfully completed earlier today. It was a short and minor procedure and he has been stable after the procedure.
He is expected to resume his work from October 3 and attend all his scheduled…
— Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ (@PriyankKharge) October 1, 2025
આ પણ વાંચો:15 મિનિટમાં જાતે ભરો ITR અને બચાવો તમારા કિંમતી રૂપિયા
આ પણ વાંચો:શેરબજાર કેવું રહેશે? નિષ્ણાતોએ સંભળાવી ખુશખબર
આ પણ વાંચો:હવે દર મહિને ખબર પડશે કે દેશમાં કેટલા બેરોજગાર છે! શું છે સરકારનું આયોજન….
