Dharma & Bhakti/ શારદીય નવરાત્રિમાં મા દુર્ગાના આગમન અને પ્રસ્થાનની સવારી કઇ હશે? જાણો, એની વૈશ્વિક અસરો વિશે…

ધાર્મિક માન્યતાનુસાર, જે વર્ષે માતાની સવારી હાથી હોય એ અત્યંત શુભ સંકેતો છે…વરસાદ સારો થાય છે અને સમગ્ર વિશ્વ પર એના શુભ અને સકારાત્મક પરિણામો…

Trending NAVRATRI 2025 Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: નવરાત્રિમાં મા દુર્ગા દર વર્ષે જુદા-જુદા વાહનો પર સવાર થઇને આવે છે અને ધાર્મિક માન્યતા અનુસાર, એની મનુષ્ય જાતિ પર વિભિન્ન અસરો થાય છે. આ સંજોગોમાં હવે જાણીશું કે, વર્ષ 2025ની શારદીય નવરાત્રિમાં માતાનું આગમન અને વિદાય કઇ સવારી પર થશે?

વર્ષ 2025માં શારદીય નવરાત્રિ (Shardiya Navratri, 2025)ના પાવન પર્વનો પ્રારંભ 22 મી સપ્ટેમ્બર (22 September)ના રોજ સોમવારથી થઇ રહ્યો છે. માતા દુર્ગાને સમર્પિત આ તહેવાર દરમિયાન, નવ દુર્ગા (Nav Durga)ના નવ સ્વરુપો (Nine Forms)ની વિધિ-વિધાન પૂર્વક પૂજા-આરાધના કરવામાં આવે છે. માતાના ભાવિક ભક્તો આ તમામ દિવસોમાં વ્રત અને ઉપવાસ રાખે છે અને શરદ ઋતુની મોડી રાત્રિ સુધી ભજન-કિર્તન કરે છે તથા ઉલ્લાસભેર રાસ-ગરબા (Raas- Garba) રમે છે. માતાની આરાધના કરવાથી તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થશે એવી સૌને શ્રદ્ધા હોય છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, દર વર્ષે નવરાત્રિમાં માતાનું આગમન અને પ્રસ્થાન અલગ-અલગ સવારી (Ride) પર આરુઢ થઇને થતું હોય છે. અઠવાડીયાના વાર મુજબ માતાની સવારી નિર્ધારિત થાય છે અને એ દરેક સવારીનું અલગ અર્થઘટન શાસ્ત્રોમાં વર્ણવેલું છે. તો ચાલો હવે જાણીશું કે, આ વર્ષે માતા શેની પર સવાર થઇને આવશે અને શેની પર આરુઢ થઇને વિદાય લેશે…

માતાનું આગમન શેના પર થશે?

વર્ષ 2025 ની શારદીય નવરાત્રિનો પ્રારંભ સોમવાર (Monday)ના રોજ થવા જઇ રહ્યો છે. દેવી પુરાણ (Devi Puran)માં એક શ્લોક દર્શાવવામાં આવેલો છે જે, આ મુજબ છે-

“શશિ સૂર્ય ગજારુઢા શનિભૌમૈ તુરંગમે”

આ શ્લોકના ભાવાર્થ અનુસાર, જ્યારે પણ નવરાત્રિની શરુઆત સોમવાર અથવા રવિવારના દિવસથી થતી હોય ત્યારે, માતા ગજ અર્થાત્ હાથી (Elephant) પર સવાર થઇને આવે છે. આમ, આ વર્ષે શારદીય નવરાત્રિ સોમવારથી શરુ થતી હોવાથી માતા હાથી પર આરુઢ થઇને પધારશે.

માતાનું પ્રસ્થાન શેના પર થશે?

શારદીય નવરાત્રિનું સમાપન 1 લી ઓક્ટોબર, 2025 ના રોજ નવમી તિથિએ બુધવારે (Wednesday) થશે અને નવમી તિથિ સાંજે 7 વાગીને 2 મિનિટ સુધી રહેશે. શાસ્ત્રોક્ત રીતે, જ્યારે પણ માતા બુધવારે પ્રસ્થાન કરે ત્યારે એમનું વાહન હાથી હોય છે. એને એક શુભ સંકેત માનવામાં આવે છે.

હાથી પર સવાર થવાના શુભ સંકેતો

ધાર્મિક માન્યતાનુસાર, જે વર્ષે માતાની સવારી હાથી હોય એ અત્યંત શુભ (Shubh) સંકેતો છે. એના કારણે વરસાદ સારો થાય છે અને સમગ્ર વિશ્વ (World) પર એના શુભ અને સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. દુનિયામાં રાજનૈતિક સ્થિરતા (Political Stability) બહાલ થઇ શકે છે. આ ઉપરાંત, લોકોના જીવનમાં પણ સારા પરિવર્તનો આવવાની આશા જણાય છે. હાથી પર આરુઢ મા દુર્ગા હંમેશાં પોતાના ભક્તોનું કલ્યાણ અને ઉદ્ધાર કરે છે.

આમ, આ 2025 ના વર્ષે, શારદીય નવરાત્રિમાં મા દુર્ગાનું આગમન અને પ્રસ્થાન બંને સમયે માતાની સવારી ગજ એટલે કે હાથી રહેશે જેને ભારત અને સમગ્ર વિશ્વ માટે એક સકારાત્મક સંકેત ગણવામાં આવી રહ્યો છે. માતાને પ્રાર્થના કરીને આશા રાખીએ કે, આ નવરાત્રિ પછી સમગ્ર વિશ્વમાં કલ્યાણકારી પરિવર્તનો આવશે!

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:નવરાત્રિ : પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલવાળાએ લાઈસન્સ ફરજીયાત લેવું પડશે, કેપ, હેન્ડગ્લવ્સ, એપ્રેન ફરજિયાત

આ પણ વાંચો:જામનગરમાં નવરાત્રિ પૂર્વે લવજેહાદની પત્રિકાનું વિતરણ