ફિલિપાઇન્સમાં મંગળવારે રાત્રે આવેલા 6.7 ની તીવ્રતાના ભૂકંપથી ભારે વિનાશ થયો છે. ભૂકંપને કારણે એક ચર્ચને નુકસાન થયું હતું અને ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભૂકંપનું કેન્દ્ર સેબુ પ્રાંતના બોગો શહેરથી 17 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું. સેબુ પ્રાંતના દાનબંતાયન શહેરમાં, જ્યાં ચર્ચ સ્થિત છે, ત્યાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા
લોકોનું કહેવું છે કે ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે લોકો ડરના માર્યા પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા અને રસ્તાઓ પર આવી ગયા હતા.
મૃત્યુઆંક વધી શકે છે
લગભગ 90,000 ની વસ્તી ધરાવતા સેબુ પ્રાંતના દરિયાકાંઠાના શહેર બોગોમાં ઓછામાં ઓછા 14 રહેવાસીઓ માર્યા ગયા છે, ડિઝાસ્ટર રિસ્પોન્સ અધિકારીએ જણાવ્યું હતું કે, બોગોમાં મૃત્યુઆંક વધી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું કે ભૂસ્ખલન અને ખડકો ધસી પડવાથી પ્રભાવિત પર્વતીય ગામમાં મશીનરી પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ભૂકંપ પહેલા તોફાન
આગમી પણ ફિલિપાઇન્સમાં વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 27 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના લોકો ડૂબવાથી અને ઝાડ પડવાથી મૃત્યુ પામ્યા હતા. વાવાઝોડાને કારણે ઘણા શહેરો અને નગરોમાં વીજળી પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે હજારો લોકોને તેમના ઘર ખાલી કરવા પડ્યા હતા.
પહેલા પણ ઘણીવાર આવી ચુક્યા છે ભુકંપ
ફિલિપાઇન્સ વિશ્વના સૌથી વધુ આપત્તિગ્રસ્ત દેશોમાંનો એક છે. તે પેસિફિક મહાસાગરની “રિંગ ઓફ ફાયર” અથવા ભૂકંપીય ફોલ્ટ લાઇન પર આવેલું છે. દર વર્ષે અહીં વાવાઝોડા અને ચક્રવાત પણ આવે છે. પરંતુ ત્યાંના લોકોને એક મોટા ભૂકંપ આવવાનો ડર છે. ભૂકંપની ઘટનાઓ અહીંની પેઢીઓથી ચાલી આવી રહી છે.
______________________________________________________________________________________________________
આ પણ વાંચો: Indonesia News/ઇન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ અનુભવાયો,તેની તીવ્રતા જાણો
આ પણ વાંચો: Russia News/રશિયા ફરી હચમચી ગયું, કામચટકામાં જોરદાર ભૂકંપ, ભૂકંપનું કેન્દ્ર કેટલું દૂર ?
આ પણ વાંચો: Earthquake News/આસામમાં ભૂકંપના આંચકા, બંગાળથી ભૂટાન સુધી ધ્રુજી ધરતી: જાણો તીવ્રતા

