China/ ચીની સૈનિકો LAC પર ઠંડી સહન ન કરી શક્યા,ડ્રેગને દેખરેખ માટે રોબોટ આર્મી ઉતારી

ચીની સૈનિકો કડકડતી ઠંડીમાં ચીની સૈનિકો  હવે લદ્દાખમાં તૈનાત નહી રહે પરતું તેમના સ્થાને ચીન રોબોટ આર્મી  આ વિસ્તારમાં પહેરો આપશે

Top Stories World

ભારતીય સૈનિકો સામે લદ્દાખમાં ચીનના સૈનિકો સામનો કરી શકશે નહી ,ચીની સૈનિકો કડકડતી ઠંડીમાં ચીની સૈનિકો  હવે લદ્દાખમાં તૈનાત નહી રહે પરતું તેમના સ્થાને ચીન રોબોટ આર્મી  આ વિસ્તારમાં પહેરો આપશે. તિબેટની કડકડતી ઠંડીનો સામનો ન કરી શકતા પોતાના સૈનિકોને બચાવવા માટે ડ્રેગનએ આ કામ કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીને તિબેટ અને લદ્દાખ બોર્ડર પર ડઝનબંધ ઓટોમેટિક અને રોબોટિક વાહનો તૈનાત કર્યા છે. તાજેતરમાં ભારતીય સેના સાથેની અથડામણમાં ચીની સૈનિકોને ઠંડીના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ખબર પડી કે ચીની સેના બરફીલા વિસ્તારોની લડાઈ માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી.

ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ તિબેટમાં 88 ઓટોમેટિક શાર્પ ક્લો વાહનો તૈનાત કર્યા છે. આમાં લદ્દાખ બોર્ડર પર 38 ધારદાર પંજાના વાહનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ વાહનોને ચીની આર્મ્સ ઉત્પાદક કંપની NORINCO દ્વારા બનાવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ વિસ્તારની દેખરેખ તેમજ શસ્ત્રો અને આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાયમાં કરવામાં આવશે.

ચીને તિબેટમાં ઓટોમેટિક મ્યુલ-200 માનવરહિત વાહનો પણ તૈનાત કર્યા છે. મુશ્કેલ વિસ્તારોમાં દેખરેખની સાથે આ વાહનો 50 કિમી સુધી પણ હુમલો કરી શકે છે. આ સિવાય આના પર એક સમયે 200 કિલોથી વધુ દારૂગોળો અને હથિયારો લઈ જઈ શકાય છે. વાયરલેસ દ્વારા નિયંત્રિત આ વાહનો રોબોટની જેમ લડી શકે છે.

VP-22 વાહનોનો ઉપયોગ એમ્બ્યુલન્સ તરીકે પણ થઈ શકે છે
PLA પાસે સૈનિકોના પરિવહન માટે VP-22 માઈન રેઝિસ્ટન્ટ એમ્બ્યુશ પ્રોટેક્ટેડ વાહનો પણ છે. તેઓનો ઉપયોગ એમ્બ્યુલન્સ તરીકે પણ થઈ શકે છે. આ વાહનો એક સમયે 15 લોકોને ટ્રાન્સફર કરી શકે છે. હાલમાં, તિબેટમાં 77 VP-22 છે, જેમાંથી 47 ભારતીય સરહદની નજીક તૈનાત છે.