Entertainment News/ ‘માતૃભૂમિ’ માટે સલમાન ખાને શૂન્ય ડિગ્રીના પાણીમાં કરી શૂટિંગ, રોજ 6 કલાક ઠંડા પાણીમાં રહ્યા

Maatrubhumi Shooting: સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ના ડિરેક્ટર અપૂર્વ લાખિયાએ શૂટિંગનો અનુભવ શેર કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, સલમાન ખાને આશરે શૂન્ય ડિગ્રી તાપમાનના પાણીમાં દરરોજ 6 કલાક સુધી શૂટિંગ કર્યું હતું.

Top Stories Entertainment
Maatrubhumi Shooting: સલમાન ખાને બરફીલા પાણીમાં 6 કલાક કર્યું શૂટિંગ, ફિલ્મની મેઙકિંગનો ખુલાસો

Bollywood News: સલમાન ખાનની આગામી ફિલ્મ (Salman Khan Upcoming Film) ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ની રિલીઝ પહેલાં ફિલ્મના ડિરેક્ટર અપૂર્વ લાખિયાએ શૂટિંગ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો (Maatrubhumi Shooting) છે. તેમણે જણાવ્યું કે ફિલ્મના એક દૃશ્યને વાસ્તવિક બનાવવા માટે સલમાન ખાન અને અન્ય કલાકારોએ આશરે શૂન્ય ડિગ્રી તાપમાન ધરાવતા બરફીલા પાણીમાં શૂટિંગ કર્યું હતું. કલાકારો દિવસમાં લગભગ 6 કલાક સુધી ઠંડા પાણીમાં રહ્યા હતા.

Maatrubhumi Shooting: સ્ટુડિયોને બદલે મુશ્કેલ લોકેશન પર શૂટિંગ

ડિરેક્ટર અપૂર્વ લાખિયા (Apoorva Lakhia)ના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં આ દૃશ્યનું શૂટિંગ મુંબઈના સ્ટુડિયોમાં કરવાની યોજના હતી. જોકે, સલમાન ખાન સાથે ચર્ચા કર્યા બાદ ટીમને લાગ્યું કે સ્ટુડિયોમાં બનાવેલો સેટ જરૂરી વાસ્તવિક અનુભવ આપી શકશે નહીં. તેથી ટીમે બહારના મુશ્કેલ લોકેશન પર શૂટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

સપ્ટેમ્બરના અંતમાં થયેલા આ શૂટિંગ દરમિયાન પાણીનું તાપમાન આશરે શૂન્ય ડિગ્રીની નજીક હતું. ડિરેક્ટરે જણાવ્યું કે સલમાન ખાન અને અન્ય કલાકારો ઠંડીથી ધ્રૂજતા જોવા મળતા હતા, પરંતુ તે અભિનય નહોતો. તેઓ ખરેખર બરફીલા પાણીમાં શૂટિંગ કરી રહ્યા હતા.

ઢાઈ દિવસમાં પૂરું થયું શૂટિંગ

અપૂર્વ લાખિયાએ વધુમાં જણાવ્યું કે તેમને શરૂઆતમાં લાગ્યું હતું કે આ દૃશ્યનું શૂટિંગ એક જ દિવસમાં પૂરું થઈ જશે, પરંતુ તેમાં અઢી દિવસનો સમય લાગ્યો હતો. કલાકારો શૂટિંગના ટેક વચ્ચે પણ ભીનાં કપડાંમાં જ ભોજન લેતા હતા. કલાકારોની મુશ્કેલ પરિસ્થિતિ જોઈને સમગ્ર ક્રૂને પણ ઠંડીનો અનુભવ થતો હતો.

ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, સલમાન ખાને સ્ટુડિયોમાં શૂટિંગ કરવાને બદલે વાસ્તવિક લોકેશન પર કામ કરવાનો નિર્ણય લીધો હતો. ફિલ્મના દરેક દૃશ્યને વાસ્તવિક દેખાડવા માટે ટીમે ખાસ મહેનત કરી છે.

4 ડિસેમ્બરે રિલીઝ થવાની તૈયારી

‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ લાંબા સમયથી અલગ-અલગ કારણોસર અટકી હતી. હવે ફિલ્મ 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. તાજેતરમાં જ તેનું ટ્રેલર પણ રજૂ કરવામાં આવ્યું (Maatrubhumi Trailer) છે, જેમાં સલમાન ખાન એક્શનથી ભરપૂર ભૂમિકામાં જોવા મળે છે.


આ પણ વાંચો: સલમાન ખાનની ‘માતૃભૂમિ’ને હજુ NOC નહીં, ફિલ્મની રિલીઝ પર સસ્પેન્સ

આ પણ વાંચો: ‘બેટલ ઓફ ગલવાન’નું નામ બદલાયું, હવે ‘માતૃભૂમિ’ તરીકે રિલીઝ થશે સલમાનની ફિલ્મ, જાણો શું છે નવી ટેગલાઈન?

આ પણ વાંચો: સલમાન ખાનના વફાદાર બોડીગાર્ડ શેરાનો પુત્ર બોલિવૂડમાં ધમાકો કરવા તૈયાર