Entertainment News : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)અને તેમના પડછાયાની જેમ સાથે રહેતા અંગત બોડીગાર્ડ ગુરમીત સિંહ જોલી ઉર્ફે શેરા (Shera)નો સંબંધ આખી દુનિયા જાણે છે. હવે શેરાના પરિવારમાંથી એક નવો ચહેરો ફિલ્મી પડદે ચમકવા જઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, શેરાનો પુત્ર અબીર સિંહ ટૂંક સમયમાં જ મુખ્ય અભિનેતા તરીકે હિન્દી સિનેમામાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.
Salman Khan : ‘ટારઝન’ ફિલ્મથી ડેબ્યૂ કરશે અબીર સિંહ?
ફિલ્મફેરના રિપોર્ટ અનુસાર, અબીર સિંહના લોન્ચિંગ પ્રોજેક્ટનું નામ ‘ટારઝન’ (Tarzan) હોવાનું સામે આવ્યું છે.આ ફિલ્મમાં અબીરની સાથે સૂરજ પંચોલી પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે સૂરજ પંચોલી (Sooraj Pancholi)ને પણ 2015માં સલમાન ખાને જ ‘હીરો’ ફિલ્મથી લોન્ચ કર્યો હતો.આ ફિલ્મનું નિર્દેશન કોણ કરશે અને કયા પ્રોડક્શન બેનર હેઠળ તે બનશે તેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. સાથે જ સલમાન ખાન આમાં કેમિયો કરશે કે ફિલ્મ પ્રોડ્યુસ કરશે તે અંગે ચિત્ર સ્પષ્ટ નથી.
2022થી ચાલી રહી હતી લોન્ચિંગની તૈયારીઓ
અબીર સિંહના ડેબ્યૂના સમાચાર પહેલીવાર 2022 માં વાયરલ થયા હતા.એ સમયે એવા અહેવાલો હતા કે સલમાન ખાન પોતે અબીરના લોન્ચિંગમાં રસ લઈ રહ્યા છે અને તેમણે દિવંગત ડિરેક્ટર સતીશ કૌશિક સાથે ડાયરેક્શન અંગે વાત કરી હતી.પ્રોજેક્ટનું શૂટિંગ 2023 થી શરૂ થવાનું હતું, પરંતુ માર્ચ 2023 માં સતીશ કૌશિકના આકસ્મિક અવસાન બાદ આ પ્રોજેક્ટ અટકી પડ્યો હતો, જે હવે ફરી નવા સ્વરૂપે સામે આવી રહ્યો છે.
સલમાન ખાનના અપકમિંગ પ્રોજેક્ટ્સ
બીજી તરફ, સુપરસ્ટાર સલમાન ખાન પોતે પણ પોતાના આગામી ધમાકેદાર પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મની રિલીઝ ડેટ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે અને નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે.વામશી પૈદિપલ્લી દ્વારા નિર્દેશિત આ મોટા બજેટની ફિલ્મમાં સલમાન સાથે સાઉથ સુપરસ્ટાર નયનતારા મુખ્ય રોલમાં જોવા મળશે, જે આગામી ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
આ પણ વાંચો :‘હનુમાન અંશ’ નો ધમાકો! અક્ષય-સૈફની ‘હૈવાન’ ફ્લોપ તરફ, કમાણી રૂ. 200 કરોડને પાર
આ પણ વાંચો :5 સીઝન અને 59 એપિસોડ! Netflix ની આ ધમાકેદાર વોર સિરીઝે 49 દેશોમાં મચાવી ધૂમ
આ પણ વાંચો :KBC માં અમિતાભ બચ્ચને શેર કરી દિલની વાત; 84 વર્ષની ઉંમરે આ અધૂરી ઈચ્છાનો આજે પણ છે અફસોસ
