ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર હાલમાં એક ઈઝરાયલી વોર સિરીઝ વૈશ્વિક સ્તરે છવાયેલી છે. ૮ સપ્ટેમ્બરે આ પોપ્યુલર સિરીઝની (Fauda)પાંચમી સીઝન રિલીઝ થતાં જ તેણે દુનિયાભરના ૪૩ દેશોના ‘ટોપ ૧૦’ ટ્રેન્ડિંગ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. IMDb પર ૮.૩ ની મજબૂત રેટિંગ (Rating)ધરાવતી આ સિરીઝ ‘ફૌદા’ (Fauda) ના નામે જાણીતી છે, જેનો અર્થ અરાજકતા કે અશાંતિ થાય છે.
Fauda : રીયલ લાઈફ અનુભવો અને વાસ્તવિક ઘટનાઓ પર આધારિત કહાની
લિયોર રાજ અને એવિ ઈસ્સાચારોફે ઈઝરાયલી ડિફેન્સ ફોર્સિસમાં પોતાના વાસ્તવિક અનુભવોના આધારે આ સિરીઝ તૈયાર કરી છે. તે મિસ્તા અરવિમ યુનિટના કમાન્ડર ડોરોન અને તેમની ટીમની આસપાસ ફરે છે, જેઓ અરબ વેશ ધારણ કરીને ગુપ્ત ઓપરેશન્સ પાર પાડે છે.વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી આ સીઝન ગાઝા યુદ્ધ, કાફ્ર કાસિમ, બ્રસેલ્સ, સીરિયા અને લેબનોન સુધી વિસ્તરેલી છે.૨૦૨૬માં રિલીઝ થયેલી પાંચમી સીઝનની પૃષ્ઠભૂમિ ૭ ઓક્ટોબરના હુમલાના ૨ વર્ષ પછીની સમયરેખા દર્શાવે છે. એલી અને સેલેમ નામના પાત્રો માર્સેઈમાં એક હમાસ ઓપરેટિવને પકડવા નીકળે છે, જ્યાં ડોરોન અને સ્ટીવન પોતાની જ સિસ્ટમ સામેની જંગમાં ફસાઈ જાય છે.
આ પણ વાંચો :KBC માં અમિતાભ બચ્ચને શેર કરી દિલની વાત; 84 વર્ષની ઉંમરે આ અધૂરી ઈચ્છાનો આજે પણ છે અફસોસ
આ પણ વાંચો :અમીષા પટેલની માતાના ઘરે લાખોના હીરાજડિત કંગનની ચોરી
આ પણ વાંચો :દૂરદર્શનની આઈકોનિક સિરિયલ ‘માલગુડી ડેઝ’ના 40 વર્ષ: જેના નામ પરથી ભારતીય રેલવેએ બદલ્યું સ્ટેશનનું નામ
