હોલીવુડની હોરર ફિલ્મ ‘ ધ નન ‘ એ દુનિયાભરમાં જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ કન્જ્યુંરીંગ ફ્રેન્ચાઇઝીની ૫ ની ફિલ્મ છે. જે લોકોને હોરર ફિલ્મ પસંદ છે તેમને ધ નનની સ્ટોરી ઘણી ગમી છે. આ ફિલ્મે વીકેંડમાં જ બનાવવાના ખર્ચા કરતા ૬ ગણા વધુ કમાણી કરી છે.

ફોર્બ્સના રીપોર્ટ પ્રમાણે ૧૫૮.૪ કરોડના બજેટમાં આ ફિલ્મ બની છે. જયારે આખી દુનિયામાં પહેલા વીકેંડમાં તેણે ૯૪૩.૨ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ભારતના બજારોમાં પણ ધૂમ કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે બીજી બાજુ ત્રણ બોલીવુડની ફિલ્મ રીલીઝ હોવા છતાં ધ નન ફિલ્મનો બોક્સ ઓફીસ પર સારો દેખાવ રહ્યો છે.
![]()
ભારતમાં આ ફિલ્મે રીલીઝ થયાના પહેલા જ દિવસે ૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ સાથે રીલીઝ થનારી બીજી ફિલ્મો પલટન , લેલા મજનું અને ગલી ગુલિયા ને ઘણી પાછળ છોડી દીધી છે. ધ નન ભારતમાં ક્ન્ય્યુરીંગ સીરીઝની સૌથી મોટી અને સારી ઓપનર ફિલ્મ સાબિત થઇ છે.
#TheNun emerges the franchise’s best opener… Biz went slightly down on Sun [vis-à-vis Sat], but has packed a strong total in its opening weekend… Thu previews 30 lakhs, Fri 8 cr, Sat 10.20 cr, Sun 10 cr. Total: ₹ 28.50 cr Nett BOC [1603 screens]. India biz. All versions.
— taran adarsh (@taran_adarsh) September 10, 2018
ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શના જણાવ્યા પ્રમાણે ભારતમાં ધ નન ફિલ્મે ઓપનીંગ વીકેંડમાં કુલ ૨૮.૫૦ કરોડની નેટ કમાણી કરી છે. જો કે રવિવારે ધાર્યા જેટલું કલેક્શન આ ફિલ્મ દ્વારા થઇ શક્યું નહતું. આ ફિલ્મે શુક્રવારે ૮ કરોડ,શનિવારે ૧૦.૨૦ કરોડ અને રવિવારે ૧૦ કરોડની કમાણી કરી છે. ભારતમાં કુલ ૧૬૦૩ સ્ક્રીનમાં આ ફિલ્મને રીલીઝ કરવામાં આવી છે. માત્ર ચાર દિવસમાં આ ફિલ્મે ૩૦ કરોડથી વધારે કમાણી કરી લીધી છે.
આ ફિલ્મ ઘણી હોરર છે. તેમાં શેતાન અને ચર્ચ વચ્ચેની લડાઈને દર્શાવી છે.
