Entertainment News : ‘કૌન બનેગા કરોડપતિ 18’ (KBC18)ના મંચ પરથી સદીના મહાનાયક અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાના જીવન સાથે જોડાયેલો એક અત્યંત અંગત અને સ્પર્શતો ખુલાસો કર્યો છે. શો દરમિયાન પોતાના એક અધૂરા સપનાનો ઉલ્લેખ કરતા બિગ બીએ જણાવ્યું કે, જીવનમાં આટલી મોટી સફળતા મળ્યા બાદ પણ તેમને એક વાતનો હંમેશા અફસોસ રહ્યા કરે છે. 84 વર્ષના અમિતાભ બચ્ચને સ્વીકાર્યું કે તેઓ બાળપણથી જ સંગીતમાં ખૂબ રસ ધરાવતા હતા અને તેને વિધિવત રીતે શીખવા માંગતા હતા, પરંતુ વ્યસ્તતા અને સંજોગોના કારણે તેમનું આ સપનું ક્યારેય પૂરું થઈ શક્યું નહીં.
Amitabh Bachchan : સ્પર્ધક સાથે ‘This or That’ રમતમાં ખુલી દિલની વાત
કન્ટેન્ટ ક્રિએટર અને સ્પર્ધક કૃતજ્ઞ નય્યરે અમિતાભ સાથે ‘ધીસ ઓર ધેટ’ રમત રમી હતી. જેમાં ભૂતકાળનો કયો દિવસ ફરી જીવવો છે તેવા પ્રશ્નના જવાબમાં બિગ બીએ સંગીતના પોતાના અધૂરા શોખ અંગે વાત કરી હતી.અમિતાભે રમૂજી અંદાજ (Humorous style)માં ઉમેર્યું કે તેમના ઘરમાં સિતાર સહિત સંગીતના વિવિધ વાદ્યો વસાવેલા છે અને તેના પર ફૂલોની માળા પણ ચડાવી છે, એ આશા સાથે કે ક્યારેક તો તે શીખી શકશે.જ્યારે પણ તેઓ કોઈ ગુણી સંગીતકાર કે ગાયકને સિતાર વગાડતા કે સૂર છેડતા સાંભળે છે, ત્યારે તેમને આજે પણ અંદરથી અફસોસ થાય છે કે કાશ તેમણે સંગીતની તાલીમ લીધી હોત.ઉલ્લેખનીય છે કે સોની ટેલિવિઝન (SonyTV )પર રાત્રે 9 વાગ્યે પ્રસારિત થતો KBC 18 નો શો દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે, જ્યાં અમિતાભ બચ્ચન અવારનવાર પોતાના અંગત અનુભવો ફેન્સ સાથે વાગોળે છે.
આ પણ વાંચો :બોક્સ ઓફિસ પર ‘હૈવાન’ની કંગાળ શરૂઆત: ‘મિર્ઝાપુર ધ મૂવી’ના ક્રેઝ આગળ અક્ષય-સૈફની ફિલ્મ ફ્લોપ?
આ પણ વાંચો :અક્ષય-સૈફની ટક્કરે વધાર્યો રોમાંચ, દર્શકોએ કરી જોરદાર પ્રશંસા
આ પણ વાંચો :KBC 18 પરથી અમિતાભ બચ્ચન વિદાય લેશે? ‘કૌન બનેગા કરોડપતિ’ છોડવાના બિગ બીએ આપ્યા સંકેત
