Entertainment News : બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મચ-અવેટેડ ક્રાઇમ થ્રિલર ફિલ્મ ‘હૈવાન’ (haiwaan)આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આશરે 18 વર્ષના લાંબા વિરામ બાદ બંને સુપરસ્ટાર્સ સ્ક્રીન શેર કરી રહ્યા હોવાથી ચાહકોને મોટી અપેક્ષાઓ હતી. જોકે, થિયેટર્સમાં પહેલેથી જ ધૂમ મચાવી રહેલી ‘મિર્ઝાપુર ધ મૂવી’ અને ‘હનુમાન અંશ’ની મજબૂત પકડના કારણે ‘હૈવાન’ને બોક્સ ઓફિસ પર ધાર્યો પ્રતિસાદ મળ્યો નથી.
haiwaan : એડવાન્સ બુકિંગમાં સુસ્ત પ્રતિસાદ
ફિલ્મની રિલીઝ પહેલાં બઝ ઓછો હોવાને કારણે એડવાન્સ બુકિંગના આંકડા અત્યંત સામાન્ય રહ્યા છે. ટ્રેડ રિપોર્ટ્સ મુજબ, દેશભરના 7368 શો માટે માત્ર 44176 ટિકિટોનું જ એડવાન્સ બુકિંગ થઈ શક્યું હતું. બ્લોક સીટો વગર પ્રી-ટિકિટ સેલમાંથી ફિલ્મે માત્ર 1.03 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે બ્લોક સીટો સાથે આ આંકડો 2.76 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો.
પહેલા દિવસે 3 થી 4 કરોડની ઓપનિંગ શક્યતા
બોક્સ ઓફિસ વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ‘મિર્ઝાપુર ધ મૂવી’ ના ક્રેઝ સામે ‘હૈવાન’ પહેલા દિવસે 3 થી 4 કરોડ રૂપિયાની જ ઓપનિંગ કરી શકે તેમ છે. જો વીકેન્ડ દરમિયાન દર્શકો તરફથી પોઝિટિવ માઉથ પબ્લિસિટી મળે, તો જ તેની કમાણીમાં સુધારો જોવા મળી શકે છે.
‘ઓપ્પમ’ની ઓફિશિયલ રીમેક
પ્રિયદર્શનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 2016 ની મોહનલાલની મલયાલમ હિટ ફિલ્મ ‘ઓપ્પમ’ની હિન્દી રીમેક છે. ફિલ્મમાં સૈફ અલી ખાન (Saif Ali Khan) એક અંધ વ્યક્તિના અનોખા રોલમાં છે, જ્યારે અક્ષય કુમારે (Akshay Kumar) મુખ્ય વિલન તરીકે ખતરનાક ભૂમિકા ભજવી છે. કેવીએન પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં સૈયામી ખેર, બોમન ઈરાની અને શ્રિયા પિલગાંવકર પણ મહત્વના રોલમાં છે.
આ પણ વાંચો :અક્ષય-સૈફની ટક્કરે વધાર્યો રોમાંચ, દર્શકોએ કરી જોરદાર પ્રશંસા
આ પણ વાંચો :YouTube પર ‘તારક મહેતા…’ ના જૂના ગોલીનો ધમાકો: કુશ શાહે ડિજિટલ વર્લ્ડમાં કરી વાપસી
આ પણ વાંચો :‘હનુમાન અંશ’ ના બોક્સ ઓફિસ સક્સેસ બાદ UP સરકારનો મોટો નિર્ણય
