Entertainment News : બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh)ની ભવ્ય સફળતા બાદ દેશભરમાં નીમ કરોલી બાબા (Neem Karoli Baba) પ્રત્યે શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અને આસ્થા ચરમસીમાએ પહોંચ્યા છે. બાબાના જીવન અને તેમની અદ્ભુત આધ્યાત્મિક યાત્રાને દર્શાવતી આ ફિલ્મના સુપરહિટ પ્રદર્શન વચ્ચે ઉત્તર પ્રદેશ સરકાર (Government of Uttar Pradesh)ના પર્યટન વિભાગે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારે બાબા સાથે જોડાયેલા તમામ પવિત્ર ધામોને સાંકળીને એક વિશેષ ‘આધ્યાત્મિક પર્યટન સર્કિટ’ (Spiritual Tourism Circuit)વિકસાવવાની મંજૂરી આપી દીધી છે.
Hanuman Ansh અકબરપુર અને નીમ કરોલી આશ્રમનો કાયાપલટો
આ ભવ્ય પ્રોજેક્ટ અંતર્ગત ફિરોઝાબાદ સ્થિત બાબાની જન્મભૂમિ (Birthplace)અકબરપુર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે માળખાકીય સવલતો ઊભી કરાઈ રહી છે, જેનું કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. અકબરપુરમાં મલ્ટીપર્પઝ હોલ, મ્યુઝિયમ, કેફેટેરિયા અને શ્રદ્ધાળુઓ માટે રહેવાની આધુનિક વ્યવસ્થા કરાશે. આ સાથે જ ફર્રુખાબાદ સ્થિત આશ્રમ, જ્યાં બાબાએ 12 વર્ષ ભૂગર્ભ સાધના કરી હતી, તેનો વિકાસ પણ આશરે 13 કરોડ રૂપિયાના બજેટ સાથે કરવામાં આવી રહ્યો છે.
દિલ્હી અને લખનઉથી 5 નવી ટૂરિસ્ટ સર્વિસ
દેશ-વિદેશથી આવતા ભક્તોની સુવિધા માટે ઉત્તર પ્રદેશ રાજ્ય પર્યટન વિકાસ નિગમે (UPSTDC) દિલ્હી અને લખનઉથી 2 થી 5 દિવસ સુધીના 5 ખાસ ટૂર પેકેજ લોન્ચ કર્યા છે. આ સર્કિટમાં વૃંદાવન સમાધિ મંદિર, અકબરપુર, ફર્રુખાબાદ ધામ અને લખનઉના પ્રસિદ્ધ હનુમાન સેતુ મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનાથી રાજ્યમાં આધ્યાત્મિક પર્યટનને એક નવી ઊંચાઈ મળશે.
આ પણ વાંચો :શું મેધા શંકર સાથે વેકેશન પર છે સમય રૈના? ફેન્સે શોધી કાઢ્યો ક્લૂ
આ પણ વાંચો :યામી ગૌતમનો ભયાનક અંદાજ, હોરર-કોમેડીમાં જોવા મળશે ‘ડાયન’ અવતાર
આ પણ વાંચો :બિપાશા બસુના ન્યુટ્રિશન પ્રોડક્ટમાં કીડા મળ્યા, FDA કમિશનરને કરી અપીલ
