Big Boss 17/ Big Boss 17ના સ્પર્ધક અનુરાગ ડોભાલે કેમ કહ્યું ‘તે શો છોડવા માંગે છે’, શું થશે શોમાંથી બહાર

Big Boss 17 શો યુવાનોનો મનપસંદ શો છે. બિગબોસના આ સ્પર્ધકના કારણે અનેક વખત ઘરનું વાતાવરણ બગડતું જોવા મળ્યું. જેના બાદ વિવાદ વધતા આ સ્પર્ધક શોમાંથી બહાર થઈ શકે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

Trending Entertainment

Big Boss 17 શો યુવાનોનો મનપસંદ શો છે. બિગબોસના આ સ્પર્ધકના કારણે અનેક વખત ઘરનું વાતાવરણ બગડતું જોવા મળ્યું. જેના બાદ વિવાદ વધતા આ સ્પર્ધક શોમાંથી બહાર થઈ શકે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. સલમાનના બિગ બોસ શો માં અનુરાગ ડોભાલ અને  અરુણ વચ્ચે હંમેશા વિવાદ જોવા મળ્યો. બંને સ્પર્ધકો વચ્ચે કોઈને કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી જોવા મળી તો કેટલીક વખત વાત મારામારી સુધી પણ પંહોચી ગઈ.

બિગબોસના સ્પર્ધક અરુણ અને અનુરાગ એકબીજાના અંગત જીવન પર ટિપ્પણી કરી રહ્યા છે. જેના કારણે બંને વચ્ચે કોઈને કોઈ મામલે વિવાદ થતો રહે છે. તાજેતરમાં બંને વચ્ચે થયેલ બોલાચાલીનો મામલો વધતા વાત મારામારી સુધી પહોંચી ગઈ.  આ બબાલ પાછળ જવાબદાર અનુરાગ ડોભાલ માનવામાં આવે છે જેના કારણે બિગ બોસે તેને કાયમ માટે નોમિનેટ કરી દીધો. જ્યારે શોનો નવો પ્રોમો કંઈક અલગ સ્ટોરી બતાવે છે. જેમાં અનુરાગ શોના રૂમમાં જોવા મળી રહ્યો છે.

અનુરાગ ડોભાલ બિગબોસને કહે છે ‘જો વસ્તુઓ આમ જ ચાલતી રહે તો તે શો છોડવા માંગે છે.’ તે ત્યાં રહેવા માંગતો નથી. ત્યારે બિગ બોસ તેમને પૂછે છે તમારે ઘર છોડવું છે કે નહીં, તમારો અંતિમ નિર્ણય શું છે ? શું આ તમારો ચોક્કસ અંતિમ નિર્ણય છે. જેના જવાબમાં અનુરાગ ફરીથી કહે છે કે આવા વાતાવરણમાં જીવવું મારા માટે મુશ્કેલ છે. અનુરાગ અને બિગબોસના આ વાર્તાલાપ બાદ બાકીના ઘરના સભ્યોની આઘાતજનક પ્રતિક્રિયા બતાવવામાં આવે છે. તો શું અનુરાગ હવે આ ઘરની બહાર જશે કે પછી બિગ બોસ તેને સમજાવશે અને તે રોકાવાનો નિર્ણય લેશે કે કેમ?આ માટે તો જરૂર બિગબોસ જોવાનું રહ્યું.

અનુરાગ અને અરુણ વચ્ચે જ્યારે ઝઘડો થયો, ત્યારે અનુરાગે અરુણનો કોલર પકડી લીધો. આ પછી બિગ બોસ ચેતવણી પણ આપે છે કે જો ઘરની સંપત્તિને કોઈ નુકસાન થશે અથવા શારીરિક હિંસા થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારપછી અનુરાગ ગુસ્સામાં પ્યાલો તોડી નાખે છે. આ જોઈને બિગ બોસ ગુસ્સે થઈ જાય છે અને અનુરાગને શોના અંત સુધી નોમિનેટ કરે છે.



આ પણ વાંચો : #Newyear/ સીએમ ભુપેન્દ્ર પટેલે પંચનાથ મંદિરે દર્શન કરી લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

આ પણ વાંચો : Enter Indian Border/ મ્યાનમારમાં હવાઈ હુમલો થતા 2000થી વધુ નાગરિકોનો ભારતીય સીમમાં પ્રવેશ

આ પણ વાંચો : વિવાદ/ AMCએ નિયમો નેવે મૂક્યાઃ 13 કરોડનું ટેન્ડર બારોબાર પધરાવાયું