enter indian border/ મ્યાનમારમાં હવાઈ હુમલો થતા 2000થી વધુ નાગરિકોનો ભારતીય સીમમાં પ્રવેશ

મ્યાનમારમાં હુમલાને પગલે અનેક લોકોએ ભારતીય સીમમાં પ્રવેશ કર્યો. મ્યાનમારના ચીન રાજ્ય સાથે સરહદો ધરાવતા પ્રદેશમાં એરસ્ટ્રાઈક થતા જવાબી કાર્યવાહીમાં મ્યાનમારની સેનાએ સોમવારે ખાવમાવી અને રિખાવદર ગામો પર હવાઈ હુમલા કર્યા.

Top Stories India
Capture14 મ્યાનમારમાં હવાઈ હુમલો થતા 2000થી વધુ નાગરિકોનો ભારતીય સીમમાં પ્રવેશ

મ્યાનમારમાં હુમલાને પગલે અનેક લોકોએ ભારતીય સીમમાં પ્રવેશ કર્યો. મ્યાનમારના ચીન રાજ્ય સાથે સરહદો ધરાવતા પ્રદેશમાં એરસ્ટ્રાઈક થતા નાગરિકોએ આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા ભારતીય સરહદે આવેલ મિઝોરમ રાજ્યમાં પ્રવેશ કર્યો. એક અધિકારીએ આ હુમલાની માહિતી આપતા જણાવ્યું કે રવિવારે સાંજે મ્યાનમારની શાસક જંટા સમર્થિત સેના અને મિલિશિયા જૂથ પીપલ્સ ડિફેન્સ ફોર્સ વચ્ચે તીવ્ર ગોળીબાર થયો હતો. બે જૂથો વચ્ચે ભીષણ ગોળીબારના કારણે પડોશી ગામો ખાવમાવી, રિખાવદર અને ચિનમાંથી 2000 થી વધુ મ્યાનમારના નાગરિકોએ ભારતમાં આશ્રય લીધો.

એરસ્ટ્રાઈકની જવાબી કાર્યવાહીમાં મ્યાનમારની સેનાએ સોમવારે ખાવમાવી અને રિખાવદર ગામો પર હવાઈ હુમલા કર્યા. આ ફાયરિંગમાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા 17 લોકોની સારવાર કરવામાં આવતી હોવાની સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. આ હુમલામાં પાંચ ચિન નેશનલ આર્મી સૈનિકો મ્યાનમાર આર્મી દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં માર્યા ગયા હતા.

ભારતના મિઝોરમ રાજ્યના છ જિલ્લાઓ – ચંફઈ, સિયાહા, લાંગટલાઈ, સેરછિપ, હનાથિયાલ અને સૈતુલ – મ્યાનમારના ચિન રાજ્ય સાથે 510 કિમીની સરહદ વહેંચે છે. પડોશી દેશથી ભારતીય સરહદ તરફ સ્થળાંતર સૌપ્રથમ ફેબ્રુઆરી 2021 માં શરૂ થયું, જ્યારે જન્ટાએ મ્યાનમારમાં સત્તા કબજે કરી. ત્યારથી મ્યાનમારના હજારો લોકોએ મિઝોરમમાં શરણાર્થી બન્યા છે. હાલમાં મ્યાનમારના 31,364 નાગરિકો રાજ્યના વિવિધ ભાગોમાં રહે છે. તેમાંના મોટા ભાગના રાહત શિબિરોમાં રહે છે, જ્યારે અન્ય તેમના સ્થાનિક સંબંધીઓને ત્યાં આશ્રય લીઘો છે તો કેટલાક કામ ભાડાના મકાનોમાં રહે છે. મિઝોરમમાં આશ્રય મેળવતા મ્યાનમારના નાગરિકો ચિન સમુદાયના છે, જેઓ મિઝો લોકો સાથે વંશીય અને સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે.

છેલ્લા બે વર્ષથી મ્યાનમારમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં સૈન્ય બળવા બાદ મ્યાનમારમાં ગૃહયુદ્ધની સ્થિતિ નિર્માણ થવા પામી. લોકશાહી સમર્થકો અને સેના વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે છેલ્લા બે વર્ષથી મ્યાનમારમાં અરાજકતાની સ્થિતિ અને અશાંત વાતાવરણ છે. દેશના લોકો જન્ટા, પીપલ્સ ડિફેન્સ ફોર્સિસ (પીડીએફ) અને લોકશાહીના સમર્થન કે લશ્કરી શાસનના સમર્થનને લઈને મૂંઝવણમાં છે.


whatsapp ad White Font big size 2 4 મ્યાનમારમાં હવાઈ હુમલો થતા 2000થી વધુ નાગરિકોનો ભારતીય સીમમાં પ્રવેશ


આ પણ વાંચો : #Newyear/ સીએમ ભુપેન્દ્ર પટેલે પંચનાથ મંદિરે દર્શન કરી લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

આ પણ વાંચો : Accident/ મુઝફ્ફરનગરમાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, છ યુવકોના ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો : Britain/ વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું ભારતમાં શું બદલાવ આવ્યો…