વિવાદ/ AMCએ નિયમો નેવે મૂક્યાઃ 13 કરોડનું ટેન્ડર બારોબાર પધરાવાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ વ્હાલાદવલાની નીતિ અપનાવવાનો ફરીથી પ્રારંભ કર્યો છે. કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ નિયમો નેવે મૂકીને 13 કરોડનું સિંગલ કામનું ટેન્ડર બારોબાર પધરાવતા વિવાદોને આમંત્રણ મળ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 4 3 AMCએ નિયમો નેવે મૂક્યાઃ 13 કરોડનું ટેન્ડર બારોબાર પધરાવાયું

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ વ્હાલાદવલાની નીતિ અપનાવવાનો ફરીથી પ્રારંભ કર્યો છે. કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ નિયમો નેવે મૂકીને 13 કરોડનું સિંગલ કામનું ટેન્ડર બારોબાર પધરાવતા વિવાદોને આમંત્રણ મળ્યું છે.

એએમસીમાં સામાન્ય રીતે સિંગલ ટેન્ડર આવે તો ફરીથી ટેન્ડર મંગાવીને લોએસ્ટ ટેન્ડર મંજૂર કરવામાં આવે છે. આ પ્રકારને સિંગલ ટેન્ડરના કામો મંજૂર કરાવીને માનીતા કોન્ટ્રાક્ટરોને મલાઈ તારવી આપવાનો કારસો ગોઠવાઈ ગયો હોવાની મ્યુનિસિપાલિટીના વર્તુળોમાં ચર્ચા છે.

તાજેતરમાં જ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં શહેરના જુદા-જુદા વોર્ડમાં રોડ રિસરફેસ કરવાના અને નવા રોડ બનાવવા માટે જરૂરિયાત મુજબ હોટ મિક્સ મટીરિયલ સપ્લાય કરવા માટે એકમાત્ર કોન્ટ્રાક્ટર ફોર્ચ્યુન બિલ્ડર્સના 12.13 કરોડના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત તો એ હતી કે ભાવ 27 ટકા વધારે હોવા છતાં પણ આ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. ફક્ત વાત અહીં પૂરી થતી નથી. બીટુમેનના ભાવવધારાનો તફાવત પણ તેને આપવામાં આવનાર છે.

આશ્ચર્યની વાત તો એ છે કે કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓએ તૈયાર કરેલા બજેટ અંદાજની તુલનાએ 27 ટકા વધુ ભાવે આ કામ મંજૂર કેવી રીતે કરવામાં આવ્યુ. હવે જો આવું જ કરવાનું હોય તો એએમસીના અધિકારીઓના અંદાજનો અર્થ શું છે. એએમસી એન્જીનિયરોએ તૈયાર કરેલા અંદાજ કરતાં લગભગ 27 ટકા જેટલા વધુ ભાવે ટેન્ડર મંજૂર કરીને અધિકારીઓ કોને મલાઈ આપવા માંગે છે તેવો સવાલ કોર્પોરેશનના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.

શહેરના વેજલપુર વોર્ડમાં ગાર્ડન, રેનબસેરા, પે એન્ડ યુઝ ટોયલેટ વગેરેમાં રિપેરિંગ કરવા માટે 11.21 ટકા વધારે ભાવનું 33.36 લાખનું અને બોડકદેવ વોર્ડમાં ઉત્તર-પશ્ચિમ ઝોનની ઝોનલ ઓફિસમાં ટોઇટલેટ રિપેરિગં માટે 33.45 લાખનું ટેન્ડર મંજૂર કરાયું છે.


આ પણ વાંચોઃ CM-Newyear/ સીએમ ભુપેન્દ્ર પટેલે પંચનાથ મંદિરે દર્શન કરી લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

આ પણ વાંચોઃ Accident/ મુઝફ્ફરનગરમાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, છ યુવકોના ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચોઃ Britain/ વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું ભારતમાં શું બદલાવ આવ્યો…


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.