Not Set/ વેકસીનનો ડોઝ લીધો હોય કે ન હોય, મહાપાલિકામાં તમામને એન્ટ્રી આજે મળી

સરકાર દ્વારા કોરોનાના કેસ વધતા તમામ સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે રસીના બન્ને ડોઝને ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

Rajkot Gujarat
Untitled 3 વેકસીનનો ડોઝ લીધો હોય કે ન હોય, મહાપાલિકામાં તમામને એન્ટ્રી આજે મળી

રાજયમાં કોરોનાના  કેસ સતત વધતાં જોવા મળી   રહ્યા છે ત્યારે  વધતા જતા કેસને ધ્યાને લઈને સરકારે નિયમ બનાવ્યો છે કે જે લોકોએ રસીના બન્ને ડોઝ લીધા હશે. તેઓને જ સરકારી કચેરીમાં પ્રવેશ આપવામાં આવે. પણ આ નિયમની જ મહાપાલિકામાં એન્ટ્રી ન થઈ હોય, મહાપાલિકામાં તમામ લોકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે.

આ  પણ વાંચો:દુર્ઘટના /  સુરતમાં મોડી રાત્રે મકાનનો સ્લેબ થયો ધરાશાયી, એક વ્યક્તિનું મોત,ત્રણ ઘાયલ

જે  અંતર્ગત સરકાર દ્વારા કોરોનાના કેસ વધતા તમામ સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે રસીના બન્ને ડોઝને ફરજિયાત બનાવવામાં આવ્યા છે. સરકારની તમામ કચેરીઓ, બોર્ડ-નિગમની કચેરીઓ, વિવિધ સરકારી ભવનો અને રાજ્યમાં જિલ્લાસ્તરે આવેલી સરકારી ઓફિસોને આદેશનું પાલન કરવાનું છે.

આ પણ  વાંચો;ગુજરાત /  અમદાવાદીઓને આજથી નવા વર્ષની મળશે ભેટ, હેલિકોપ્ટર રાઈડની માણી શકશે મજા

જોકે  તેમ છ્તા સરકાર તરફથી સ્પષ્ટ આદેશ હોવા છતાં મહાનગરપાલિકામાં આ નિયમનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. કચેરી અંદર પ્રવેશતા અરજદારોએ વેકસીનના બે ડોઝ લીધા છે કે કેમ તે અંગે કોઈ પૂછપરછ થતી નથી. જે લોકોએ વેકસીનના ડોઝ ન લીધા હોય તેવા તમામને પણ એન્ટ્રી આપવામાં આવી રહી છે.