Panchmahal/ સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી, આ વિસ્તારમાં કેનાલ ઓવરફલો થતાં ખેતીનાં ઉભા પાકને થયું નુકસાન

શહેરા તાલુકાનાં ધાયકા ગામે પાનમ ડેમ આધારિત પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે.

Gujarat Others
PICTURE 4 163 સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી, આ વિસ્તારમાં કેનાલ ઓવરફલો થતાં ખેતીનાં ઉભા પાકને થયું નુકસાન

શહેરા તાલુકાનાં ધાયકા ગામે પાનમ ડેમ આધારિત પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. બીજી તરફ કેનાલનું પાણી ખેતરો તરફ આવી જતા ખેડૂતોનાં ઉભા પાકને પણ નુકસાન થયુ છે. સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે કેનાલ ઓવરફલો થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

પાનમ સિંચાઇ કેનાલ મારફતે ખેડૂતોને ત્રણેય સિઝનમાં સિંચાઈનું પાણી આપવામાં આવે છે પરંતુ આ કેનાલ ખેડૂતો માટે આશીર્વાદની સાથેસાથે અભિશાપરૂપ પણ સાબિત થતી રહી છે. દર વર્ષે આ કેનાલમાં લીકેજ થવું, ગાબડા પડવા, કેનાલમાં સાફસફાઈ નો અભાવ, કેનાલ ઓવરફલો થવી જેવી અનેક સમસ્યાઓનો સામનો ખેડૂતોને જ કરવો પડે છે. અને આ જ પ્રકારની ઘટના હાલમાં સામે આવી છે શહેરા તાલુકાના ધાયકા ગામ પાસેથી પસાર થતી પાનમની મુખ્ય કેનાલ ઓવરફલો થવાથી પાણી કેનાલની બહાર નીકળ્યું હતું અને આસપાસના ખેતરો તેમજ કોતરોમાં વહી ગયુ હતુ. કેનાલ ઓવરફલો થવાને કારણે બહાર આવેલા પાણીથી ખેતરમાં રહેલા ઘઉં, મકાઈ તેમજ ડાંગરના ઉભા પાકને નુકસાન સાથે ઘાસચારાને પણ નુકસાન પહોંચ્યુ હતું. જયારે ભારે માત્રામાં વહી રહેલા પાણીને કારણે કેનાલની બાજુમાં આવેલી જમીનનું પણ ભારે ધોવાણ થયુ હોવાનું પણ જાણવા મળી આવ્યુ છે.

Gujarat: તો શું દંડથી બચવા વાહન પર લગાવવામાં આવ્યો આ કેસરી ખેસ?

Crime: મેટ્રો કોર્ટની મહિલા વકીલ સાથે છેડતી, મેસેજ કરી યુવકે હેરાન કરતા કારંજમાં નોંધાઈ ફરિયાદ

Ahmedabad: નકલી પોલીસ બની UP થી ભાગીને આવેલી સગીરા સાથે કુકર્મનો પ્રયત્ન કરનાર શખ્સ આખરે ઝડપાયો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ