ગુજરાતી વિકાસ/ કેવા કારીગરે રીપેર કરી હશે કે એક ડસ્ટબીન રીપેરીંગનો ખર્ચ રૂ.19,500 થયો?

સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ રસ્તાઓ પર સ્ટીલની ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. રાહદારીઓને બેસવા માટે લાકડાની બેન્ચ મુકવામાં આવી છે. ડસ્ટબીન અને બેન્ચ રીપેરીંગના નામે પાલીકાની તીજોરી સાફ થઇ રહી હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે.

Top Stories Gujarat Surat
સુરત

મનપા દ્નારા સુરત વીઆઇપી રોડ પર ખાટુશ્યામ મંદિર પાસે સ્ટીલના ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. આ ડસ્બીન રીપેરીંગ પાછળ અધધ રૂ.19,500નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ આપ કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા કરવામાં આવ્યો છે. સ્માર્ટસીટી અંર્તગત રસ્તા પર મુકવામાં આવેલી બેન્ચના લાકડાના પાટીયા રીપેરીંગ ખર્ચ રૂ.2700, વેલ્ડીંગ ખર્ચ 1500 દર્શવવામાં આવ્યો છે. ડસ્ટબીન અને બેન્ચ રીપેરીંગના નામે જનતાના પૈસાના વ્યય થતો હોવાના આક્ષેપો ભાજપ સાશકો પર થયા છે. બે માસથી વર્ક ઓડર આપ્યો હોવા છતા ઇજારદારે કામ શરૂ કર્યુ નથી.

સુરત

સુરત મહાનગરપાલીકા દ્વારા સ્માર્ટસીટી પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ રસ્તાઓ પર સ્ટીલની ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. રાહદારીઓને બેસવા માટે લાકડાની બેન્ચ મુકવામાં આવી છે. ડસ્ટબીન અને બેન્ચ રીપેરીંગના નામે પાલીકાની તીજોરી સાફ થઇ રહી હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. આપ કોર્પોરેટર મહેશ અણઘણે જણાવ્યુ કે, વેસુ વીઆઇપી રોડ પર ખાટુશ્યામ મંદિર પાસે મનપા દ્વારા સ્ટીલની ડસ્ટબીન અને બેન્ચ મુકવામાં આવી છે. મનપા જાહેર બાંધકામ સમિતિની મિટીંગમાં ડસ્ટબીન રીપેરીંગ માટે અધધ રૂ.19,500 માં ખાનગી ઇજારદારને વર્ક ઓડર્ર આપવામાં આવ્યો છે. અંદાજીત રૂ.8 થી 10 હજાર કિંમતની ડસ્ટબીન રીપેરીંગ પાછળ રૂ.19,500 ખર્ચ મંજુર કરીને વર્ક ઓર્ડર આપતા જનતાના પૈસાનો ભાજપ શાસકોએ વ્યય કર્યો છે. એવી જ રીતે બેન્ચના લાકડાના પાટીયા બદલવા માટે રૂ.2700 અંદાજ મંજુર કરવામાં આવ્યા છે. વેલ્ડીંગના નામે રૂ.1500 ખર્ચ મંજુર થયો છે. બેન્ચમાં કેટલા પાટીયા બદલવામાં આવશે તે અંગો ટેન્ડરમાં કોઇ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ નથી. બેન્ચ અને ડસ્ટબીન રીપેરીંગ માટે બે માસથી વર્કઓર્ડર આપી દેવામાં આવ્યો હોવા છતા ઇજારદારે વર્ક ઓર્ડર આપ્યો નથી. જાહેર બાંધકામ સમિતિની મીટીંગમાં કોર્પોરેટર મહેશ અણઘણે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

સુરત

આ પણ વાંચો : આવી હશે નવસારીમાં નિર્માણ થનારી મેડિકલ કોલેજ :રૂ.542.50 કરોડના ખર્ચે થશે તૈયાર