શાબાશ/ જાણો મોરબીમાં નિયમિત વીજબિલ ભરતા ગ્રાહકોનું કેવી રીતે કરાયું સન્માન

મોરબી સતત એક વર્ષ સુધી નિયમિત બીલ હોય તેવા કુલ 6 ગ્રાહકોના ઘરે ઘરે ઢોલ નગારા, ફૂલોના હાર પહેરાવી તથા પુષ્પ ગુચ્છ સાથે સન્માન કરાયું હતું.

Top Stories Gujarat Others
મોરબી

દેશ અને રાજ્યમાં એક નાગરિક તરીકે આપણે ઘણા અધિકારો મળે છે. આ અધિકારો સાથે આપણે રાજ્યના નાગરિક તરીકે કેટલીક ફરજો પણ નિભાવવાની હોય છે. આવી ફરજોનું લિસ્ટ તો લાંબુ છે જોકે તેમાંથી એક મહત્વની ફરજ એટલે આપણાં ઉપર આવતા બીલ અને ટેક્સની નિયમિત ભરપાઈ કરવી. રેગ્યુલર ટેક્સ ભરનારનું તો અવારનવાર સ્વાગત અનેએ સન્માન થતું રહી છે જો કે મોરબીમાં તમામ નાગરિકોને પ્રેરણા પૂરી પાડવા માટે મોરબી પીજીવીસીએલ દ્વારા નિયમિત લાઇટ બીલ ભરતા ગ્રાહકોનું તેમના ઘરે જઈને સન્માન કરવામાં આવ્યું છે.

મોરબી

વધુ વિગત અનુસાર પી.જી.વી.સી.એલ. મોરબી વર્તુળ કચેરી હેઠળની મોરબી વિભાગીય કચેરી-1 હેઠળ આવતામોરબી શહેર-૧ પેટા વિભાગીયકચેરી હેઠળ આવતા ગ્રાહકો કે જેઓ દ્વારા ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન તેમના વીજબિલની રકમ વીજ બિલ મળ્યાના દિવસ ૫ કે તેથી ઓછા દિવસોમાં ભરપાઈ કરેલ હોય અને આ નિયમિતતા સતત એક વર્ષ સુધી જાળવી રાખેલ હોયતેવા કુલ 6 ગ્રાહકોના ઘરે ઘરે ઢોલ નગારા, ફૂલોના હાર પહેરાવી તથા પુષ્પ ગુચ્છ સાથે સન્માન કરાયું હતું.

મોરબી

મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર બી.આર.વડાવિયા, કાર્યપાલક ઈજનેર પી.પી.બાવરવા,  નાયબ ઈજનેર જે.જે.પરમાર તથા કર્મચારીઓ દ્વારા સ્થાનિક રાજકીય આગેવાનો કેતનભાઈ વિલપરા, નરેન્દ્રભાઈ પરમાર તથા નીતિનભાઈ ભટ્ટાસણા(રવાપર સરપંચ)ને સાથે રાખી આવા ગ્રાહકોના ઘેર જઈ પુષ્પગુચ્છ તથા શીલ્ડ અને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હોવાનું પીજીવીસીએલનાં અધિકારીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : આવી હશે નવસારીમાં નિર્માણ થનારી મેડિકલ કોલેજ :રૂ.542.50 કરોડના ખર્ચે થશે તૈયાર