USA/ અમેરિકામાં ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ રચશે ઈતિહાસ, જીત બાદ કહ્યું હતું કે…

અમેરિકામાં આજે શપથ ગ્રહણ સમારોહ થવાનો છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન ની સાથે ઉપ રાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસ પદના શપથ લેશે. કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા અને અશ્વેત

Top Stories
1

ભાવિની વસાણી @ મંતવ્ય ન્યૂઝ

અમેરિકામાં આજે શપથ ગ્રહણ સમારોહ થવાનો છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન ની સાથે ઉપ રાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસ પદના શપથ લેશે. કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા અને અશ્વેત ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. આમ તો કમલા હેરિસ વિદેશમાં મોટા થયા છે પરંતુ ભારત સાથે તેમને ખાસ સંબંધ છે.ભારતીય મૂળની પ્રથમ અમેરિકન ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે પરિણામોની ઘોષણા બાદ દેશવાસીઓને પહેલું સંબોધન કરતા જણાવ્યું હતું કે…

“હું પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ બનીશ પરંતુ આખરી નહીં : કમલા હેરિસ”

 “હું પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનીશ પરંતુ આખરી નહીં. મહિલાઓ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. એ સ્ત્રીઓ જેમણે સો વર્ષ પહેલાં 19માં સંશોધન માટેની લડાઇ લડવા સિવાય 55 વર્ષ પહેલા મતાધિકાર માટે સંઘર્ષ કર્યો છે તેઓને હંમેશા સન્માન આપવામાં આવશે. કમલા હેરિસે જણાવ્યું હતું કે ભલે હું આ પદ સુધી પહોંચનારી પ્રથમ મહિલા હોય પરંતુ આ કડીની આખરી મહિલા નથી, હવે મહિલાઓના કદમ ક્યારે પણ પાછળ નહીં રહે”.

BBC World Service - BBC OS, US Election: Kamala Harris

Political / અર્ણબની ચેટ પર કોંગ્રેસનાં પૂર્વ મંત્રીઓએ કહ્યુ- આ મામલે માફી ન આપી શકાય

ચાલો જાણીએ કોણ છે કમલા હેરિસ ?

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી રહી. જો બાઈડને ડોનાલ્ડ ટ્રમ્પને માત આપી અને રાષ્ટ્રપતિ પદ પ્રાપ્ત કરી લીધું છે તેની સાથે જ અમેરિકાને પ્રથમ વખત મહિલા ઉપરાષ્ટ્રપતિ પ્રાપ્ત થઇ છે. ભારતીય મૂળની કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદની વિજેતા બની છે. કમલા હેરિસ ભારતીય મૂળની અમેરિકન નાગરિક છે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવેલા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઈડને પોતાની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. અમેરિકાના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે, અમેરિકામાં મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવનાર પ્રથમ મહિલા તો છે જ સાથે સાથે ભારતીય મૂળની અમેરિકી મહિલા ચૂંટાઈ હોય તેવી પણ આ પ્રથમ ઘટના છે. અગાઉ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે બે મહિલાઓ ગેરલડાઈન ફરેરો (1984) અને સારા પાલીન(2008) આ ચૂંટણી હારી ચુકી છે.

Joe Biden oo xushay ku-xigeenkiisii sida weyn loo sugayey - BBC News Somali

Cricket / IPL ઓક્શન પહેલા ક્યો ખેલાડી થશે IN અને ક્યો થશે OUT ?

કમલા હેરિસ ભારતીય માં અને જમૈકાઈ પિતાની દીકરી છે. હેરિસનો જન્મ 1964માં ઓકલેન્ડમાં એક ભારતીય માં શ્યામલા ગોપાલન હેરિસ અને પિતા ડોનાલ્ડ હેરિસના ઘરે થયો હતો. તેના પિતા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સના પ્રોફેસર હતા અને માં સ્તન કેંસરની વૈજ્ઞાનિક રહી છે.કમલા હેરિસની માં એ પતિથી છૂટાછેડા લીધા બાદ એકલા હાથે કમલાનો ઉછેર કર્યો છે. કમલા ભારતીય સંસ્કારો સાથે મોટી થઈ છે અને તેની માતા સાથે ભારત આવતી રહી છે. તેના માતા-પિતાની જેમ હેરિસ પણ ઘણું ભણી ગણી છે. 1998માં બ્રાઉન યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ હતી, ત્યારબાદ તેણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી અને સન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફીસમાં કાર્યભાર સંભાળ્યો. જ્યાં તેને કરિયર ક્રિમિનલ યુનિટની ઇન્ચાર્જ બનાવવામાં આવી હતી.

biggest case / ACBએ નોંધ્યો ઇતિહાસનો સૌથી મોટો કેસ, નિવૃત્ત નાયબ મામલતદારની કરોડોની બેનામી સંપત્તિથી ખળભળાટ

હેરિસની અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવાની સફર રસપ્રદ રહી છે. કમલા હેરિસ પ્રથમ 2003માં સન ફ્રાન્સિસ્કોમાં કાઉન્ટીની ડિસ્ટ્રિક્ટ એટર્ની તરીકે પસંદગી પામી હતી. ત્યારબાદ કેલિફોર્નિયાની એટર્ની જનરલ બની. હેરિસે 2017 માં કેલિફોર્નિયાથી સંયુક્ત રાજ્ય સેનેટરના રૂપે શપથ ગ્રહણ કર્યા હતા. આ પદ સુધી પહોંચનાર તે બીજી અશ્વેત મહિલા હતી. હેરિસ હોમલેન્ડના સિક્યોરિટી એન્ડ ગવર્મેન્ટ અફેર્સ કમિટી, ઇન્ટેલિજન્સ પર સિલેક્ટ કમિટી અને બજેટ કમિટીમાં કામ કરી ચૂકી છે.ધીમે ધીમે તે લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય થતી રહી. ખાસ કરીને તેના વક્તવ્યને “બ્લેક લાઇવસ મેટર” અભિયાન દરમિયાન ઘણું બધું સમર્થન પ્રાપ્ત થયું હતું. હેરિસ સિસ્ટમેટિક નક્સલવાદને ખતમ કરવાની જરૂરિયાત પર હંમેશા બોલતી આવી છે. 21 જાન્યુઆરી 2019 વખતે 2020ના રાષ્ટ્રપતિ પદ માટે તેણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ 3 ડિસેમ્બરે તેને આ નામ પરત ખેંચી લીધું હતું ત્યારબાદ તે બાઇડનની મુખ્ય સમર્થક તરીકે કાર્યરત હતી.

Biden picks Kamala Harris as VP candidate - Catholic Herald

Political / આ સત્યાગ્રહ માત્ર ખેડૂતો માટે જ છે તે સમજવુ ખોટું છે : રાહુલ ગાંધી

ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદ તરીકે વિજેતા થયેલા જો બાઇડન ટ્વીટ કરીને અગાઉ જાણકારી આપી ચુક્યા છે કે “કમલા હેરિસને આ જંગમાં પોતાના સાથી બનાવી અને તેઓ ખૂબ જ ખુશ છે. તેઓની ગણતરી દેશના સૌથી સારા સીનેટર તરીકે થાય છે. તેમણે ઉમેર્યું હતું કે મેં તેઓની સાથે ખૂબ જ કામ કર્યું છે અને મહિલાઓ અને બાળકો માટે તેમણે શાનદાર કામગીરી કરી છે તેમજ ભવિષ્યને પણ તૈયાર કર્યું છે.”જ્યારે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા બાદ કમલા હેરિસે પણ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરી અને પાર્ટીનો આભાર માન્યો હતો તેમણે લખ્યું હતું કે “જો બાઇડન લોકોને જોડનાર વ્યક્તિ છે તેઓએ પોતાના રાજનૈતિક કેરિયરમાં આજ કામગીરી કરી છે મને ખુશી છે કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેમણે મારી પસંદગી કરી છે.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…