ભૂલકાનો ભોગ લેવાયો/ કોન્ટ્રાક્ટરની બેદરકારીએ પંચમહાલમાં ચાર બાળકોનો જીવ લીધો

રાજ્યમાં પંચમહાલ જિલ્લામાં ચાર બાળકો રમતા-રમતા ડૂબી જતા તેમના મોતને કરૂણ બનાવ બન્યો છે. સમગ્ર બનાવનો ઘટનાક્રમ એ પ્રકારનો છે કે ઘોઘંબાના ગજાપુરા ગામમાં તળાવની જોડે ખાડો બનાવવામાં આવ્યો હતો.

Top Stories Gujarat
Mantavyanews 4 16 કોન્ટ્રાક્ટરની બેદરકારીએ પંચમહાલમાં ચાર બાળકોનો જીવ લીધો

Panchmahal News: રાજ્યમાં પંચમહાલ જિલ્લામાં ચાર બાળકો રમતા-રમતા ડૂબી જતા તેમના મોતને કરૂણ બનાવ બન્યો છે. સમગ્ર બનાવનો ઘટનાક્રમ એ પ્રકારનો છે કે ઘોઘંબાના ગજાપુરા ગામમાં તળાવની જોડે ખાડો Children drowned બનાવવામાં આવ્યો હતો. આ ખાડો વરસાદના લીધે પાણીથી ભરાઈ ગયો હતો. આ ખાડામાં ડૂબવાના લીધે ચારેય બાળકોના મોત નીપજ્યા છે.

ગજાપુરા ગામના ચારેય બાળકો વહેલી સવારે તળાવે નાહવા Children drownedઆવ્યા હતા.  આ દરમિયાન ચારેય બાળકો રમતા-રમતા ખાડા સુધી પહોંચ્યા હતા, તેમને કલ્પના પણ ન હતી કે ખાડો કેટલો ઉંડો હોઈ શકે. જમીન વરસાદના પગલે ભીની થઈ હોવાથી તેમનો પગ લપસતા તે ખાડામાં પડ્યા હતા. તેમા એક બાળકને ડૂબતો જોઈ બીજાને તેને બચાવવા જતાં ડૂબી ગયા હતા. આના પગલે સમગ્ર કુટુંબમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

ગજાપુર ગામની તળાવની જોડે કામ ચાલી રહ્યુ છે. તળાવની બાજુમાં દસેક ફૂટનો ઊંડો ખાડો બનાવવામાં આવ્યો છે. આ ખાડો પાણીથી ભરાયેલો હોવા છતાં તેની આસપાસ કોઈ બેરિકેડ લગાવવામાં Children drowned આવી નથી, એટલું જ નહી ચેતવણી આપતું કોઈ બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી. તેના લીધે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી. આમ કોન્ટ્રાક્ટરની બેદરકારીએ ચાર બાળકોનો જીવ લીધો હતો. જો કોન્ટ્રાક્ટરે આ ખાડો કવર કરીને રાખ્યો હોત તો આ ચારેય બાળકો આજે જીવતા હોત.

મૃત્યુ પામેલા બધા ચારેય બાળકો દસથી બાર વર્ષની વયના હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળે-ટોળા વળ્યા છે. બાળકોના મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે. આ વિસ્તારના Children drowned ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ઘટનાનો તાગ લેવા અને દુઃખી પરિવારજનાનો આશ્વાસન આપવા ઘટનાસ્થળે પહોંચ્યા છે. તેમણે સત્તાવાળાઓને આ મોરચે યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

 

આ પણ વાંચોઃ MEXICO/  મેક્સિકોમાં બે  પ્રાઇવેટ પ્લેન અથડાયા, અકસ્માતમાં તમામ મુસાફરોના મોત

આ પણ વાંચોઃ આદેશ/ મહેસાણામાં મેડિકલ સ્ટોરે આ કામ ન કર્યુ તો સરકાર અલગ ‘ટ્રીટમેન્ટ’ આપશે

આ પણ વાંચોઃ Navratri-Kalratri/ આ યુવકને નવરાત્રિ પહેલા કાળરાત્રિ ભરખી ગઈ

આ પણ વાંચોઃ MS Uni-Namaz Issue/ વડોદરામાં MS યુનિ.માં નમાઝ પઢવાનો વિડીયો વાઇરલ થતાં વિવાદ