કરુણ ઘટના/ સુરતમાં ટૂ વ્હીલમાં સાડી ભરાતા બાળક રસ્તા પર પટકાતા મોત

કાળજાના કટકા સમાન પુત્રને પોતાની નજર સામે જ કાળ ભરખી જતા માતા-પિતા ઘેરા આઘાતમાં સરી પડયા છે.

Gujarat Surat
Mantavyanews 1 19 સુરતમાં ટૂ વ્હીલમાં સાડી ભરાતા બાળક રસ્તા પર પટકાતા મોત

સુરતમાં કીમના GEB ઓફિસ નજીક બાઈકના વ્હીલમાં સાડી ફસાતા નડેલા અકસ્માતમાં માતાના હાથમાંથી રોડ પર પટકાયેલા દોઢ મહિનાના બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના વતની નાગેન્દ્ર ઉમાશંકર પટેલ હાલ કિમ-ઓલપાડ રસ્તા પર આવેલ બોલ્વાગામના સુખ-સરીતા રેસીડેન્સીમાં પત્ની, પુત્ર નીરજ (2 વર્ષ) અને પુત્ર રૂદ્ર (2 મહિના) સાથે રહે છે. નાગેન્દ્ર અંકલેશ્વર ખાતે કાપડના માર્કેટમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે બપોરે બે વાગ્યાના અરસામાં નાગેન્દ્ર પત્ની સાથે 2 મહિનાના રૂદ્રને રસી મુકાવવા માટે સાયણ હોસ્પિટલ મોટરસાયકલ પર લઈને જતાં હતાં. તે દરમિયાન બાઈકના પાછળના વ્હીલમાં રંજનાની સાડીનો છેડો આવી ગયો હતો. જેને લીધે રંજના બાઈક પરથી નીચે પટકાતા રુદ્ર તેણીના હાથમાંથી પડી ગયો હતો.

બીજી બાજુ સ્ટિયરીંગ પરનું સંતુલન ગુમાવતા નાગેન્દ્ર પણ રોડ પર પટકાયો હતો. જેને લીધે ત્રણેય જણાને ઇજાઓ થવા પામી હતી. તેમની પ્રથમ સારવાર સ્થાનિક હોસ્પિટલમાં કરાવી વધુ સારવાર માટે સિવિલમાં ખસેડાતા તબીબોએ રુદ્રને મૃત જાહેર કર્યો હતો.


મંતવ્ય ન્યુઝની WhatsApp ચેનલમાં જોડાવા નીચેની લિંક પર ક્લિક કરોઃ

https://whatsapp.com/channel/0029VaA2MDO1iUxbjpVBcI2A


આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી