Mahisagar News: મહીસાગર જિલ્લામાં કેનેરા બેન્ક સાથે જોડાયેલા એક કથિત લોન કૌભાંડ (Canara Bank Scam)નો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, કેટલાક ખેડૂતો અને તેમના પરિવારજનોની જાણ બહાર તેમના નામે લોન મંજૂર કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ખાસ કરીને કેટલાક મૃતક વ્યક્તિઓના નામે પણ લોન લેવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આરોપો અનુસાર, મૃતક ખેડૂતોના નામ અને જમીનના દસ્તાવેજોનો ઉપયોગ કરીને લોન (Canara Bank Scam) પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કેટલાક કેસોમાં મૃતકના નામ સાથે અન્ય વ્યક્તિઓના આધારકાર્ડ અને ઓળખ સંબંધિત દસ્તાવેજો જોડીને લોન મંજૂર કરાઈ હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ આ લોનની રકમ અન્ય લોકો દ્વારા ઉપાડી લેવામાં આવી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.
પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે જમીનના મૂળ માલિક અને લોનની રકમ મેળવનાર વ્યક્તિ અલગ હોઈ શકે છે. જેના કારણે સમગ્ર પ્રક્રિયામાં ગેરરીતિ અને છેતરપિંડીની આશંકા વધુ મજબૂત બની છે. કેટલાક પરિવારોનો આરોપ છે કે બેન્કના કેટલાક કર્મચારીઓ અને એજન્ટોની સંડોવણી વિના આ પ્રકારની પ્રક્રિયા શક્ય નથી.
Canara Bank Scam,: 15થી 20 મૃતકોના નામે લોન લેવાઈ હોવાની આશંકા
સૂત્રોના જણાવ્યા અનુસાર, અંદાજે 15થી 20 મૃતક વ્યક્તિઓના નામે લોન (Canara Bank Scam) મંજૂર કરાઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલો બેન્કની આંતરિક ઓડિટ દરમિયાન બહાર આવ્યો હોવાનું જાણવા મળે છે. ઓડિટમાં કેટલીક શંકાસ્પદ ફાઇલો અને દસ્તાવેજો સામે આવતા તપાસનો દોર શરૂ થયો હતો.
મૃતક ખેડૂતોના પરિજનો હવે ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. તેમણે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ, સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ કૌભાંડનું સાચું પ્રમાણ અને તેમાં સંડોવાયેલા લોકો અંગે સ્પષ્ટતા થઈ શકશે.
આ ઘટનાએ બેન્કિંગ વ્યવસ્થાની પારદર્શિતા અને દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે તપાસના પરિણામો પર સૌની નજર છે.
આ પણ વાંચો:દાહોદમાં ₹5.57 કરોડનું લોન કૌભાંડ, SBI બેંકની શાખાઓમાં છેતરપિંડીનું નેટવર્ક ખુલ્લું
આ પણ વાંચો:મહેસાણાના બેંક ઓફ ઇન્ડિયાની કડી શાખામાં રૂ. 4.54 કરોડનું ગોલ્ડ લોન કૌભાંડ
આ પણ વાંચો:કરોડોના બેંક લોન કૌભાંડમાં ફસાયા પૂર્વ ધારાસભ્ય, EDની મોટી કાર્યવાહી
