Gujarat Budget/ 4 લાખ કરોડથી વધુ રકમનું હોઈ શકે રાજ્યનું આગામી બજેટ, 18 ફેબ્રુઆરીએ રજૂ કરશે કનુભાઈ દેસાઈ

ગુજરાત સરકાર બજેટ 2026-27 18મી ફેબ્રુઆરીએ રજૂ કરશે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ આ બજેટ રજૂ કરશે. આ બજેટમાં શહેરી વિકાસને વેગ આપવા અને મનપાઓના વર્તમાન માળખાનું આધુનિકીકરણ કરવા જંગી ફાળવણી કરવામાં આવી શકે છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
ગુજરાતનું બજેટ (budget) 18 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે

Gandhinagar News:  ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ (budget) 18મી ફેબ્રુઆરીના રોજ રજૂ થશે. આ બજેટ આ વખતે ચાર લાખ કરોડ રૂપિયાથી વધુ રકમનું હોઈ શકે છે. 2026-27ના બજેટમાં જંગી વધારાની સંભાવના છે. બજેટ (budget) ગયા વર્ષની તુલનાએ સાતથી લઈને દસ ટકા વધી શકે છે. તે જોતાં બજેટમાં વધારો 20 હજાર કરોડથી ત્રીસ હજાર કરોડનો વધારો થઈ શકે. 2025-26માં રાજ્ય સરકારે રૂ. 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ હતું.

ગુજરાતનું બજેટ (budget) 18 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે
ગુજરાતનું બજેટ (budget) 18 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે

ગયા વર્ષે બજેટ અગાઉના વર્ષ કરતાં 11.4 ટકા વધુ

આ બજેટ (budget) અગાઉના વર્ષ કરતાં લગભગ 11.4 ટકા વધારે હતું. આ ઉપરાંત વર્તમાન બજેટમાં ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GTRI) પ્રોજેક્ટ લાંબાગાળાના ઇન્ફ્રાસ્ટ્રકચર હેઠળ ફાળવણી થઈ શકે છે. આ ઉપરાંત ગ્રીન એનર્જી અને રીન્યુએબલ એનર્જીના ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ પણ મોટી ફાળવણી થાય તો આશ્ચર્ય નહીં થાય. આ ઉપરાંત સેમી કંડક્ટર અને એઆઈ પાછળ પણ નોંધપાત્ર ખર્ચની સંભાવના નકારી શકાય તેમ નથી.

ગુજરાતનું બજેટ (budget) 18 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે
ગુજરાતનું બજેટ (budget) 18 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે

શહેરી વિકાસ વિભાગને વધુ ફાળવણી

આ ઉપરાંત ગુજરાતમા 50 ટકાથી પણ વધુ વસ્તી શહેરોમાં રહેવા લાગી છે તે જોતાં શહેરીકરણને વેગ આપવા સરકાર બજેટ(budget)માં શહેરી વિકાસ વિભાગને વધુ ભંડોળ ફાળવણી કરે તો આશ્ચર્ય ન થવું જોઈએ. 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. તેથી 2026-27માં પણ સ્માર્ટ સિટીઝ અને મેટ્રો માટે વધુ ફાળવણી જારી રહેશે. આ ઉપરાંત હવે તો આરઆરટીએસ કોરિડોરનો પણ પ્રસ્તાવ છે.

ગુજરાતનું બજેટ (budget) 18 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે
ગુજરાતનું બજેટ (budget) 18 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે

મનપાના આધુનિકીકરણ માટે ભંડોળ ફાળવાશે

આ સિવાય કેન્દ્ર સરકારના બજેટ (budget)માં જાહેર કરવામાં આવેલી યોજનાઓને પોતાના રાજ્યમાં વિસ્તારવા માટે રાજ્ય સરકાર મસમોટી જાહેરાત કરે તો આશ્ચર્ય નહીં થાય. આ ઉપરાંત નવી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનું આધુનિકીકરણ કરવા અને તેના માળખાકીય સગવડોને વિસ્તારવા માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ગરીબ, યુવા અને નારીશક્તિ માટેની સહાયમાં વધારો જોવા મળી શકે છે. શહેરીકરણની ઝડપ જોતાં બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે 50,000 કરોડ રૂપિયા સુધીની ફાળવણી થઈ શકે છે.

એઆઈ ટ્રાફિક મેનેજમેન્ટ અને ફ્લાયઓવર ગ્રિડ માટે વધુ ફાળવણી થશે

આ ઉપરાંત મોટા શહેરોમાં એઆઈ આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ અને સીમલેસ મુસાફરી માટે ફ્લાયઓવરની ગ્રિડ બનાવવામાં આવશે. બજેટ (budget)માં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની જોડે નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. આ સિવાય કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવા પ્લાન્ટ્સ સ્થાપવા માટે નગરપાલિકાઓને ખાસ ગ્રાન્ટ આપવામાં આવશે.


આ પણ વાંચોઃ બજેટ 2026નું કાઉન્ટડાઉન શરૂ! નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમીવાર રજૂ કરશે લેખાજોખા

આ પણ વાંચોઃ કેન્દ્રીય બજેટ 2026: ‘વિકસિત ભારત’ માટે ક્વોન્ટમ જમ્પ, ગુજરાતને મળશે ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ

આ પણ વાંચોઃ 7609 કરોડના બજેટ વચ્ચે વડોદરાના રાજકારણમાં વાયરલ વીડિયોએ મચાવ્યો ખળભળાટ