Lifestyle/ મહાશિવરાત્રિએ શિવજીને ધરાવો શુદ્ધ મિલ્ક બરફીનો પ્રસાદ…ઓછી સામગ્રીમાંથી ફટાફટ બનતી રેસિપી…

Milk Barfi (મિલ્ક બરફી)ને આ સરળ રેસિપીથી જાતે બનાવીને દેવાધિદેવ મહાદેવને તમે મહાશિવરાત્રિએ અર્પણ કરી શકો છો. તો ચાલો જાણીએ, એની રેસિપી વિશે…

Trending Food Health & Fitness Lifestyle
Milk Barfi, મહાશિવરાત્રિ, દૂધનો પાવડર, મીઠાઈ

Lifestyle: મહાશિવરાત્રિના દિવસે ઘણા લોકો ઘરે અને ઘણા શિવાલય જઇને શિવપૂજન કરે છે. આ પાવન પર્વ પર વિવિધ પ્રસાદ (Prasad) બને છે જેમાં દૂધનો ઉપયોગ કરવામાં આવ્યો હોય! મિલ્ક બરફી (Milk Barfi), ખીર, ઠંડાઇ, ભાંગ, પંચામૃત, બોર ફળ વગેરેનો પ્રસાદ ભોળાનાથને ધરાવવામાં આવે છે. આ પ્રસંગે તમે બજારની મીઠાઈ કરતા દૂધથી બનેલી આ શુદ્ધ વાનગી બનાવીને દેવાધિદેવ મહાદેવને અર્પણ કરી શકો છો.

મહાશિવરાત્રિની પૂજાનું મહાત્મ્ય

આ વર્ષે 15 ફેબ્રુઆરી 2026ના રોજ આવતીકાલે મહાશિવરાત્રિ (Mahashivratri, 15 February 2026)નું પર્વ ઉજવાશે. શિવભક્તો આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ભોળાનાથના ભક્તો આ દિવસે ઉપવાસ કરીને એમની પૂજા-અર્ચના કરે છે. તમામ શિવમંદિરોમાં સવારથી જ ભક્તોની લાઈનો લાગેલી જોવા મળે છે. એવી માન્યતા છે કે, મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી (Shiv-Parvati Vivah)નો વિવાહ યોજાયો હતો. આ દિવસે વિધિ-વિધાનપૂર્વક સાચા હૃદયથી પૂજા કરવાથી ભક્તોની મનોકામના સિદ્ધ થાય છે. આ પ્રસંગે તમે બજારની મીઠાઈ કરતા દૂધથી બનેલી શુદ્ધ મિલ્ક બરફી (Milk Barfi) બનાવીને દેવાધિદેવ મહાદેવને અર્પણ કરી શકો છો. તો ચાલો જાણીએ, આ રફી બનાવવાની વાનગી (Recipe) વિશે…

શી રીતે બનાવશો મિલ્ક બરફી (Milk Barfi)?

મિલ્ક બરફી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા પડશે.

Milk Barfi, મહાશિવરાત્રિ, દૂધનો પાવડર, મીઠાઈ

સામગ્રી

2 1/2 કપ ફૂલ ક્રીમ મિલ્ક પાવડર

3/4 કપ ખાંડ

1/4 કપ દૂધ

1/4 કપ ઘી

3 ટેબલસ્પૂન પિસ્તાની કતરણ

Milk Barfi, મહાશિવરાત્રિ, દૂધનો પાવડર, મીઠાઈ

બનાવવાની વિધિ

1. મિલ્ક બરફી બનાવવા માટે એક બાઉલમાં દૂધનો પાવડર (Milk Powder) લો.

2. એમાં ખાંડ અને દૂધ (Sugar & Milk) મિક્સ કરી લો. હવે એને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી એ પૂરી રીતે એકરસ ન થઇ જાય!

3. હવે એક તાવડીમાં ઘી (Ghee) નાખીને એ ગરમ થાય એટલે આ મિશ્રણ ઉમેરી દેવું. ધીમા તાપે વચ્ચે-વચ્ચે હલાવતા રહીને એને ઘટ્ટ થવા દેવું.

4. મિશ્રણ ગાઢું થાય પછી એને સતત હલાવતા રહેવું. એમ ન કરીએ તો એમાં ગાંઠા પડવાની અથવા તળિયે ચોંટી જવાની સંભાવના રહે છે.

5. 10 મિનિટ બાદ મિશ્રણ પૅનને છોડવાનું શરું કરશે. આમ થાય કે તરત જ ગૅસ બંધ કરી દેવો અને ઓવરકૂક ન થાય એનું ધ્યાન રાખવું.

6. ગૅસ બંધ કર્યા બાદ પણ એને 1-2 મિનિટ સુધી હલાવતા રહેવું જેથી એ તળિયે ચોંટશે નહિં.

Milk Barfi, મહાશિવરાત્રિ, દૂધનો પાવડર, મીઠાઈ

7. મિશ્રણ થોડું ઠંડુ થાય પછી એને બેકિંગ પેપર ઉપર એક ટ્રેમાં ટ્રાન્સફર કરી લો. જો એ ઉપલબ્ધ ન હોય તો ઘી લગાવેલી થાળીમાં પણ તમે એને કાઢી શકો છો.

8. તવેથા વડે આ મિશ્રણને એકસરખું કરી લો. એની ઉપર પિસ્તા (Pistachio)ની કતરણ પાથરીને સહેજ દબાવી દેવી.

9. 1 કલાક સુધી એને રુમ ટેમ્પરેચર પર સેટ થવા દો. ત્યાર બાદ એને એક ચપ્પુની મદદથી મનપસંદ આકારમાં કાપી લો.

તો તૈયાર છે તમારી સરળતાથી બની જતી સ્વાદિષ્ટ મિલ્ક બરફી…એને પ્રસાદના રુપમાં ધરાવીને સૌને વહેંચી શકો છો. બાળકોને તો આ સફેદ બરફી બેહદ પસંદ પડશે.


આ પણ વાંચો: લાડુ બનાવવાની ઝટપટ રેસિપી…ચણા અને મખાનાથી બનાવો આ હૅલ્દી લાડુ!

આ પણ વાંચો: મખાના અને કોપરાના લાડુ બનાવો, નબળાં હાડકાંને મજબૂત બનાવો, ફૉલો કરો આ રેસિપીને…