Dharm & Bhakti: જો તમારા લગ્ન (Marriage) થવામાં કોઇ પણ પ્રકારની સમસ્યાઓ સર્જાઇ રહી છે તો મહાશિવરાત્રિ (Mahashivratri 2026)ના દિવસે તમારા માટે એક સોનેરી અવસર છે! આ વિશેષ દિવસે, તમે વિધિપૂર્વક મહાદેવની પૂજા-આરાધના કરશો તો તમારો શીઘ્ર વિવાહ થવાની પ્રબળ સંભાવના છે.
ભગવાન શિવ (Lord Shiva) અત્યંત ભોળા અને દયાળુ છે અને પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓની સત્વરે પૂર્તિ કરે છે. આ સંજોગોમાં મહાશિવરાત્રિના અવસરે જો કુંવારી કન્યાઓ (Unmarried Girls) આ વિધિપૂર્વક ભોળાનાથની ઉપાસના કરશે તો એમને મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થશે. આ સાથે જ સુખી અને આનંદમય દાંપત્ય જીવન (Happy Marriage Life) ના આશિષ પણ પ્રાપ્ત થશે. તો ચાલો જાણીએ કે, કુંવારી કન્યાઓએ કઇ વિધિથી મહાશિવરાત્રિની પૂજા કરવી જોઇએ?

મહાશિવરાત્રિના દિવસે કુંવારી કન્યાએ કરવાની પૂજા વિધિ (Puja Vidhi)
બ્રહ્મમુહૂર્તમાં જાગીને સ્નાન આદિથી પરવારીને વ્રતનો સંકલ્પ લેવો. ત્યાર બાદ, શુભ રંગના વસ્ત્રો પહેરવા. આ દિવસે કાળા અથવા ગ્રે કલરના કપડા (Black Cloths) પહેરવાનું ટાળવુ. ત્યાર બાદ, મંદિર (Temple) અને પૂજાઘરની સફાઇ કરીને ગંગાજળ છાંટીને શુદ્ધિ કરી લેવી. હવે એક શુદ્ધ અને સ્વચ્છ પાત્રમાં શિવલિંગ (Shivling) રાખવું. એના પર ગંગાજળ, દૂધ, દહીં અને મધથી અભિષેક કરવો. જળ અર્પણ કર્યા બાદ શિવલિંગને ચંદનનું તિલક અથવા તો લેપ લગાવવો.
ત્યાર બાદ, શિવલિંગ પર બિલીપત્ર, ધતૂરા વગેરે ફૂલો (Flowers) ચડાવવા. શિવલિંગ પાસે ધૂપ અને દીપ પ્રજ્વલિત કરવા. માતા પાર્વતી (Mata Parvati)ને સુહાગની સામગ્રી અર્પણ કરવી. ભગવાન શિવ અને માતા પાર્વતીને ખીર, ખડી સાકર (મિસરી), મીઠાઈ, બોર (Bor Fruit) વગેરેનો પ્રસાદ ધરાવવો.

હવે શિવ ચાલીસાનો પાઠ કરવો અને શિવ મંત્રોનો પણ જાપ કરવો. અંતે શિવજીની આરતી ઉતારવી અને પછી હાથ જોડીને મહાદેવને પ્રાર્થના કરવી. મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ રાખવો અને પારણું બીજા દિવસે જ કરવું.
મહાશિવરાત્રિ 2026 તિથિ (Mahashivratri 2026 Date & Mahurat)
જ્યોતિષ પંચાંગ અનુસાર, ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિનો પ્રારંભ 15 ફેબ્રુઆરીની સાંજે 5 વાગીને 04 મિનિટે થશે. ચૌદસ તિથિનું સમાપન 16 ફેબ્રુઆરીની સાંજે 5 વાગીને 24 મિનિટે થશે. આથી મહાશિવરાત્રિનો તહેવાર 15 ફેબ્રુઆરી 2026ના રોજ મનાવવામાં આવશે.
મહાશિવરાત્રિ 2026 પૂજા મુહૂર્ત
રાત્રિનું પ્રથમ પ્રહર મુહૂર્ત- 06:39 PM થી 09:45 PM
રાત્રિનું દ્વિતિય પ્રહર મુહૂર્ત- 09:45 PM થી 1:52 AM, ફેબ્રુઆરી 16
રાત્રિનું તૃતિય પ્રહર મુહૂર્ત- 12:52 AM થી 03:59 AM, ફેબ્રુઆરી 16
રાત્રિનું ચતુર્થ પ્રહર મુહૂર્ત- 3:59 AM થી 07:06 AM, ફેબ્રુઆરી 16
નીશિતા કાળ પૂજા મુહૂર્ત- 12:28 AM થી 01:17 AM, ફેબ્રુઆરી 16
પારણાનો શુભ સમય બીજા દિવસે અર્થાત્ 16 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 7 વાગીને 06 મિનિટથી બપોરો 3 વાગીને 46 મિનિટ સુધીનો રહેશે. સાત્વિક આહાર ગ્રહણ કરીને જ વ્રતનું પારણું કરવું.

ભગવાન શિવના મંત્ર
1. ॐ નમ: શિવાય
2. ॐ નમો નીલકંઠાય
3. ॐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિ પુષ્ટિવર્ધનં
ઉર્વારુકમેવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતામ્
4. ॐ તત્પુરુષાય વિગ્મહે મહાદેવાય ધીમહિ
તન્નો રુદ્ર પ્રચોદયાત્
5. ॐ મહાદેવાય વિગ્મહે રુદ્રમૂર્તયે ધીમહિ
તન્નો શિવ: પ્રચોદયાત્

માતા પાર્વતીના મંત્ર
1. ॐ નમ: પાર્વતી પતયે નમ:
2. ॐ ઉમામહેશ્વરાભ્યાં નમ:
3. હે ગૌરી શકરાર્ધાંગી યથા ત્વં શંકર પ્રિયા
તથા માં કુરુ કલ્યાણી, કાન્ત કાન્તાં સુદુર્લભામ્
4. ॐ હ્રીં યોગિની યોગિની
યોગેશ્વરી યોગ ભયંકરી
સકળ સ્થાવર જંગમસ્ય મુખ હ્યદયં
મમ વશં આકર્ષય આકર્ષય નમ:
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 5 રાશિઓ પર શનિની વક્ર દ્રષ્ટિ…મહાશિવરાત્રિની સાંજે ચૂપચાપ કરવા આ 5 દાન…સંકટ ટળી જશે!
આ પણ વાંચો: માયાવી ગ્રહ રાહુ બન્યો શક્તિશાળી, 2026માં આર્થિક અને કેરિયર ક્ષેત્રે આ રાશિઓનો ગોલ્ડન ટાઇમ…
આ પણ વાંચો: વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ આ 3 રાશિઓ માટે લાવશે મુસીબત! જાણો શું કરવું અને શું નહીં
