Relationship/ કેએલ રાહુલ-આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં જોડાશે! જાણો ક્યારે વાગશે શહેનાઈ?

સુનીલ શેટ્ટીનો જન્મ મેંગ્લોરિયન તુલુ પરિવારમાં થયો હતો. તો કેએલ રાહુલ પણ મેંગલોર સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી…

Trending Sports
KL Rahul-Athiya Shetty are about to get married!

બોલિવૂડમાં લગ્નની સીઝન આખું વર્ષ ચાલુ રહેશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ હવે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને આ વર્ષે શિયાળામાં લગ્ન કરી શકે છે. તેની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર આ કપલ દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરી શકે છે.

શેટ્ટી પરિવારના નજીકના એક સૂત્રને ટાંકીને જાણવા મળ્યું છે કે આલિયાના માતા-પિતા કેએલ રાહુલને ખૂબ પસંદ કરે છે અને જો બધુ બરાબર રહ્યું તો આ વર્ષના અંત સુધીમાં કપલ લગ્નના બંધનમાં બંધાઈ જશે. તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીનો જન્મ મેંગ્લોરિયન તુલુ પરિવારમાં થયો હતો. તો કેએલ રાહુલ પણ મેંગલોર સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના દક્ષિણ ભારતીય લગ્ન થશે. જો કે, હજુ સુધી બંનેના પરિવારો દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

રાહુલ અને આથિયાએ ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. ત્યારથી અથિયા તેના ચાહકો સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવનના રસપ્રદ ફોટા અને વીડિયો શેર કરે છે. આમાં કેએલ રાહુલનો પણ ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવે છે. તાજેતરમાં કેએલ રાહુલના 30માં જન્મદિવસ પર અભિનેત્રીએ એક નોટ દ્વારા ક્રિકેટર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આથિયાએ કેએલ રાહુલ સાથે તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. કેએલ રાહુલનું અથિયાના ભાઈ અહાન અને પિતા સુનીલ શેટ્ટી સાથે પણ સારું બોન્ડિંગ છે.

આ પણ વાંચો: IPL 2022 / કોરોના સંક્રમણ વધતા DC vs PBKSની મેચને લઈને મોટા સમાચાર

આ પણ વાંચો: IPL 2022 / રોમાંચક મેચમાં રાજસ્થાને કોલકાતાને 7 રનથી હરાવ્યું,યુઝવેન્દ્ર ચહલની હેટ્રિક