ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી મેચ (ઇન્ડિયા વિ. ઓસ્ટ્રેલિયા) બ્રિસ્બેનમાં રમાઈ હતી. જ્યા ભારતે બ્રિસ્બેન ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું હતું. રિષભ પંતે ભારત માટે આકર્ષક 89 રનની ઈનિગ રમી મુખ્ય ભૂમિકા ભજવી હતી.
રિષભ પંતે ચોક્કો ફટકારી ટીમ ઈન્ડિયાને જીત અપવી હતી. મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ શાનદાર ઉજવણી કરી હતી. રિષભ પંતે જીત બાદ મેદાન પર ત્રિરંગો લહેરાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ગ્રાઉન્ડનો ચક્કર લગાવી અને પ્રશંસકોનો આભાર માન્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભારતની આ ઐતિહાસિક જીતમાં પંત અને શુભમન ગિલ હીરો સાબિત થયા હતા. ગિલે જ્યારે 91 રન બનાવ્યા તો વળી પંતે ઝડપી રન બનાવ્યા હતા અને ગાબા ગ્રાઉન્ડ પર ભારતને પહેલો વિજય અપાવ્યો હતો. ભારત 4 ટેસ્ટ મેચની શ્રેણી 2-1 થી જીતવામાં સફળ રહ્યું છે. પંત સિવાય પુજારાએ 56 રનની સમજણ ભરી ઇનિંગ્સ રમી છે. ગાબામાં 328 રનનાં લક્ષ્યાંકને પ્રાપ્ત કરીને ભારતે સૌથી વધુ રનનો સફળતાપૂર્વક પીછો કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ટેસ્ટ ક્રિકેટનાં ઇતિહાસમાં ભારતનો આ ત્રીજો સૌથી મોટો રન ચેઝ વિજય છે.
*32 years old fortress breached
*Youngsters did the impossible
*If team work had a definition 😍So happy & Proud to see our Tiranga flying high in Australia ❤️#RishabhPant you beauty 🔥#BorderGavaskarTrophy retained 🎉#TeamIndia has done us proud once again 😍 pic.twitter.com/t9WKrngR7Z
— Viक़as (@VlKAS_PR0NAM0) January 19, 2021
આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા આ ગ્રાઉન્ડ પર 33 વર્ષથી કોઈ ટેસ્ટ મેચ હાર્યું ન હોતું, પરંતુ ભારતીય ટીમે પણ શાનદાર પ્રદર્શન કરીને ભારતને જીત અપાવી હતી અને આ મેદાન પર ઓસ્ટ્રેલિયાને પ્રથમ હારનો સ્વાદ પણ ચાખવો પડ્યો હતો. વળી ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સતત બીજી વખત ટેસ્ટ શ્રેણી જીતવાનો કમાલ કરી બતાવ્યો છે. આ પહેલા 2018-19 માં પણ ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને પરાજિત કર્યું હતું.
Cricket / બ્રિસબેનમાં ભારતે સર્જ્યો ઇતિહાસ, ભારતની યુવા ટીમે કાંગારૂના…
Cricket / પુજારાનાં LBW પર થયો વિવાદ, જાણો પૂરી વિગત…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
