tips and tricks/ ટ્યૂબલાઈટ અને બલ્બ સાફ કરવાની સરળ રીત…રોશનીથી ઝગમગી ઉઠશે ઘર…વધી જશે અજવાળું!

દિવાળીની સફાઈ શરુ થઇ ચૂકી છે. લોકો લાદી, બારીઓ, પંખાને તો ચમકાવે છે પણ ધીમી અને ઝાંખી પડી રહેલી લાઈટો સાફ (Tube light Cleaning) કરવા તરફ…

Trending festival Tips & Tricks Lifestyle
Tube light Cleaning ની 4 effective ટિપ્સ...આ દિવાળીએ અજમાવી જુઓ!

Tips and Tricks: મોટા ભાગના ઘરમાં લોકો ટ્યૂબલાઈટ અને બલ્બને સ્વચ્છ કરવાનું અવગણે છે. આ દિવાળીએ તમારા ઘરની લાઈટોને પણ સાફ (Tube light Cleaning) કરી લો, એનાથી ઘર ઝગમગી ઉઠશે!

દિવાળી (Diwali 2026)ની સફાઈ શરુ થઇ ચૂકી છે. લોકો લાદી, બારીઓ, પંખા અને કિચનને તો ચમકાવે છે પણ ધીમી અને ઝાંખી પડી રહેલી લાઈટો સાફ કરવા તરફ કોઈનું ધ્યાન નથી જતું હોતું! મોટા ભાગના ઘરમાં લોકો ટ્યૂબલાઈટ અને બલ્બને સ્વચ્છ કરવાનું અવગણે છે.

વિશેષ કરીને રસોડામાં લાગેલા બલ્બ અને ટ્યૂબ લાઈટ પર તેલ અને ધૂળ-માટી જમા થવાથી ગ્રીસનું પડ (Bulb and Tube light dirt) જામી જાય છે જેને સાફ કરવું જરુરી હોય છે. આ દિવાળીએ તમારા ઘરની લાઈટોને પણ સાફ કરી લો, એનાથી ઘર ઝગમગી ઉઠશે!

જો કે, બલ્બ અને ટ્યૂબલાઈટ સાફ કરતી વખતે થોડી સાવધાની રાખવી જરુરી છે. આ ઈલેક્ટ્રીકનો સામાન તમારી બેદરકારીથી ખરાબ પણ થઈ શકે છે. તો સફાઈ શરુ કરતા અગાઉ સુરક્ષા (Self Security)નું ધ્યાન રાખવું.

ટ્યૂબલાઈટ અને બલ્બ સાફ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો (Tube light Cleaning Tips)

સૌપ્રથમ લાઈટની સ્વીચ બંધ કરી દો. જો તમે ડિપ ક્લીનિંગ કરી રહ્યાં હો તો મુખ્ય કનેક્શન જ બંધ કરી દેવું અથવા તો બલ્બ અથવા ટ્યૂબ લાઇટને ફિટિંગમાંથી કાઢી લેવી અને સંભવ હોય તો એમને કાઢતાવેંત જ સાફ કરવાનું શરુ ન કરવું કારણ કે, લાંબા સમય સુધી પ્રકાશિત રહેવાને કારણે ટ્યૂબલાઈટ કે બલ્બ ગરમ હોઈ શકે છે. પહેલા એને ઠંડા થવા દેવા અને પછી સાફ કરવા.

ટ્યૂબલાઈટ અને બલ્બ સાફ કરવાના ઉપાય

ટ્યૂબલાઈટ અને બલ્બ સ્વચ્છ કરવા માટે તમે આ ઉપાયો અજમાવી શકો છો.

Tube light Cleaning Tips-Remove Dust
Tube light Cleaning Tips-Remove Dust

1. ધૂળ સાફ કરો (Remove dust)

સૌપ્રથમ ટ્યૂબલાઈટ અને બલ્બ ઠંડા થાય ત્યારે એમને કોઈ સાફ જૂના કપડાની મદદથી સાફ કરી લો. એનાથી ધૂળ-માટી સાફ થઈ જશે. સૂકા માઈક્રોફાઈબર અથવા કૉટન કપડાથી ધૂળને સારી રીતે સાફ કરવી પરંતુ કિચનની લાઈટ પર તેલ અને ગ્રીસ લાગેલું હોવાથી લિક્વિડ વિના એને સાફ કરવાનું મુશ્કેલ હોય છે. જો કે કોઈ પણ લિક્વિડ સીધું જ બલ્બ પર ન નાખવું.

2. બેકિંગ સોડા (Baking Soda)

આ માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો. 2 કપ પાણીમાં લગભગ 2 ચમચી બેકિંગ સોડા મિક્સ કરી લો અને હવે કોઈ કપડા પર થોડું સોડાવાળું પાણી લગાવો. કપડાને નીચોવીને પછી એનાથી બલ્બ કે ટ્યૂબલાઈટ ધીમે-ધીમે સાફ કરવી. કોઈ પણ મિશ્રણ સીધું જ બલ્બ કે ટ્યૂબલાઈટ પર ન નાખવું. કપડું વધારે ભીનું ન રાખવું. આમ કરવાથી બલ્બ કે ટ્યૂબલાઈટમાં પાણી જઇ શકે છે.

Tube light Cleaning Tips- Lemon and Baking Soda
Tube light Cleaning Tips- Lemon and Baking Soda

3. લીંબુ અને બેકિંગ સોડા (Lemon And Baking Soda)

જો ચીકાશ વધુપડતી હોય તો બેકિંગ સોડામાં લીંબુનો ઉપયોગ પણ કરી શકાય છે. લીંબુના રસમાં બેકિંગ સોડા મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી અને કોઈ કપડાની મદદથી લાઈટ પર લગાવી લેવી. થોડી વાર રાખીને સ્ક્રબથી ક્લિન કરી લેવી. સફાઈ પછી હળવા ભીના કપડા વડે લૂછી દેવી જેથી ટ્યૂબલાઈટમાં નવા જેવી ચમક આવી જશે!

4. સાબુથી સાફ કરવી (Use of Soap)

જો ઘણી વધારે ઝંઝટ ન કરવી હોય તો તમે કેવળ સાબુ અથવા ડિટર્જન્ટના મિશ્રણ વડે પણ ટ્યૂબલાઈટ અને બલ્બને સાફ કરી શકો છો. જો વધુ ચીકાશ લાગેલી હોય તો ગરમ પાણીનો ઉપયોગ કરવો અને સફાઈ કરવી. આમ કરવાથી જૂના બલ્બ, ટ્યૂબલાઈટ અને સીએફ આસાનીથી સાફ થઈ જશે.


આ પણ વાંચો: જૂની પ્લાસ્ટિકની બોટલોથી સજાવો બાલ્કની…બનાવો રંગ-બેરંગી સજાવટી ફૂલ…

આ પણ વાંચો: કિચનમાં લગાવેલા એક્ઝૉસ્ટ ફેનને શી રીતે સાફ કરવો? આ ઘરગથ્થુ નુસખા દૂર કરશે ચીકાશ!

આ પણ વાંચો: આ દિવાળીએ બાલ્કનીને આપો શાનદાર લુક…આ રીતે લગાવો રંગબેરંગી ઝાલર…