Sports News: IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની CEO (Sunrisers Hyderabad CEO) કાવ્યા મારન અને જાણીતા સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરના (Anirudh Ravichander) લગ્નના સમાચાર (Kavya Maran Anirudh Wedding) હાલ ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, બંને 11 નવેમ્બરે ગ્રીસમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. આ લગ્નમાં રાજકીય, ઉદ્યોગ અને મનોરંજન જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે.
Kavya Maran Anirudh Wedding: PM મોદી સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ
કાવ્યા મારન સન ગ્રૂપના માલિક કલાનિધિ મારનની પુત્રી છે. અહેવાલો મુજબ, તેમના પિતા કલાનિધિ મારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લગ્નનું આમંત્રણ આપ્યું છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ઉદ્યોગપતિઓ, કલાકારો અને ક્રિકેટ જગતની જાણીતી હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં હોવાનું કહેવાય છે.

20 હજાર રૂપિયાના આમંત્રણ કાર્ડની ચર્ચા
આ લગ્નના આમંત્રણ કાર્ડ પણ ખાસ ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ, એક કાર્ડની કિંમત અંદાજે 20 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. કાર્ડની ડિઝાઇન અને તેની ભવ્યતાને લઈને પણ ચર્ચા થઈ રહી છે. જોકે, કાર્ડની કિંમત અંગે સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.

ગ્રીસમાં યોજાશે ડેસ્ટિનેશન વેડિંગ
લગ્ન માટે ગ્રીસની પસંદગી (Greece Destination Wedding) કરવામાં આવી હોવાના અહેવાલો છે. ગ્રીસનાં સુંદર દરિયાકિનારા, સફેદ ઇમારતો અને લક્ઝરી રિસોર્ટ તેને ડેસ્ટિનેશન વેડિંગ માટે લોકપ્રિય સ્થળ બનાવે છે. ખાનગી વિલા અને વૈભવી રિસોર્ટમાં આવા હાઇ-પ્રોફાઇલ કાર્યક્રમો યોજવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
![]()
કાવ્યા મારન IPL મેચ દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રોત્સાહન આપતી જોવા મળતી હોવાથી ક્રિકેટપ્રેમીઓમાં પણ જાણીતી છે. તેમની તસવીરો ઘણી વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. બીજી તરફ, અનિરુદ્ધ રવિચંદર દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા સંગીતકાર છે. ‘વાય ધિસ કોલાવેરી ડી’ ગીતથી તેમને દેશભરમાં ઓળખ મળી હતી. તેમણે અનેક હિટ ફિલ્મો ઉપરાંત શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ માટે પણ સંગીત આપ્યું છે.
કાવ્યા અને અનિરુદ્ધની સંપત્તિ કેટલી?
અહેવાલો અનુસાર, કાવ્યા મારનની વ્યક્તિગત નેટવર્થ આશરે 409 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે, તેઓ આશરે 25 હજાર કરોડ રૂપિયાની વેલ્યૂ ધરાવતા સન ગ્રૂપ સાથે જોડાયેલા પરિવારના વારસદાર છે. તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદની પણ માલિક છે, જેની વેલ્યૂ આશરે 18 હજાર કરોડ રૂપિયા હોવાનો દાવો કરવામાં આવે છે.
કાવ્યાએ ચેન્નઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી બીકોમનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટીની લિયોનાર્ડ એન. સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસમાંથી MBAની ડિગ્રી મેળવી છે.
અનિરુદ્ધ રવિચંદરની વાત કરીએ તો તેઓ એક ફિલ્મ પ્રોજેક્ટ માટે આશરે 8થી 10 કરોડ રૂપિયા ફી લેતા હોવાનું કહેવાય છે. તેમની નેટવર્થ અંદાજે 50 કરોડ રૂપિયા હોવાનો દાવો કરવામાં આવે છે. સંગીત ઉપરાંત તેઓ VS Mani & Co. નામના ફિલ્ટર કોફી સ્ટાર્ટઅપ સાથે કો-ફાઉન્ડર અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલા છે. તેઓ Loca Loka નામની ટકીલા બ્રાન્ડના કો-ક્રિએટર પણ છે.
આ પણ વાંચો: ફાઇનલ કરતાં પણ વધુ ડિમાન્ડ, 34 હજાર સીટ માટે 84 લાખથી વધુ અરજીઓ
આ પણ વાંચો: શુભમન ગિલે BCCIના શેડ્યૂલ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- પહેલા ODI અને પછી ટેસ્ટ હોવા જોઈતા હતા
આ પણ વાંચો: હર્ષ દુબેનો રણજી ટ્રોફીમાં તરખાટ! એક જ ઇનિંગમાં 9 વિકેટ ઝડપી, મધ્યપ્રદેશ 209 રનમાં ઓલઆઉટ
