વડોદરા મેડિકલ કોલજ શૈલેષ નાગર નામના ડોકટરની ACB એ ધરપકડ કરી. શૈલેષ નાગરે મહિલા પ્રોફેસર પાસે વાર્ષિક અહેવાલ લખવા માટે ૧.૫૦ લાખની માગણી કરી હતી. વાર્ષિક acr લખવાના પૈસા માંગતો હતી અને સાથે સાથે બિભસ્ત માંગણીઓ પણ કરતો હતો. મહિલા પ્રોફેસર સાથે જાતીય સતામણી કારી હોવાની પણ વાત સામે આવી છે. શૈલેષ નાગર નામના ડોકટર બરોડા મેડિકલ કોલેજમાં એનીટોમી વિભાગમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો.
શૈલેષ નાગર અમદાવાદ ના બી.જે મેડિકલ કોલેજ માં પણ મહિલા ટ્યુતર, અને પ્રોફેસર સાથે આ પ્રકાર ની માંગણી કરતો હતો. ACB ના ઇતિહાસ માં પહેલી વખત જાતીય સતામણીનો કેસ નોંધાયો છે. IPC કલમ 354 હેઠળનો પહેલો ગુનો નોંધ્યો છે. ACB ઈતિહાસમાં પ્રથમ વખત જાતીય સતામણી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ થયો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાણ કરાતા ACBમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વડોદરા મેડિકલ કોલેજના તાત્કાલિન પ્રાધ્યાપક શૈલેષ નાગર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રો. – ડોક્ટક અનેક મહિલા પ્રોફેસર પાસે વાર્ષિક અહેવાલ લખવા માટે રૂપિયા માંગતો હતો. આરોપી પ્રાધ્યાપક વડોદરા , પાટણ , અમદાવાદ ,સુરત ,જામનગર સહિતની મેડિકલ કોલેજમાં ફરજ દરમ્યાન મહિલા તબીબો અને વિદ્યાર્થીનીઓ સાથે છેડતીનો આરોપ પણ કરવામા આવ્યો છે. હાલ આરોપી શૈલેષ નાગર M P શાહ જામનગર મેડિકલ કોલેજ માં ફરજ બજાવતો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
