BJP meeting/ સુરેન્દ્રનગરમાં આજથી બે દિવસ ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક,લોકસભાની ચૂંટણી પર થશે ચર્ચા

 ગુજરાતમાં આજે ભાજપની કોરોબારી બેઠક સુરેન્દ્રનગર ખાતે યોજાવવા જઇ રહી છે. બે દિવસ સુધી આ કારોબારી બેઠક યોજાશે

Top Stories Gujarat
bjp meeting
  • ભાજપ પ્રદેશની આજે કારોબારી બેઠક
  • સુરેન્દ્રનગર ખાતે કારોબારીની બેઠક
  • આજથી બે દિવસ પ્રદેશ કારોબારીની બેઠક
  • ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ રહેશે હાજર
  • ટોચના ભાજપ આગેવાનો રહેશે ઉપસ્થિત
  • લોકસભાની ચૂંટણીને લઇ નક્કી કરાશે રણનીતિ
  • કારોબારીની બેઠક માટે ભાજપની તૈયારીઓ

bjp meeting:     ગુજરાતમાં આજે ભાજપની કોરોબારી બેઠક સુરેન્દ્રનગર ખાતે યોજાવવા જઇ રહી છે. બે દિવસ સુધી આ કારોબારી બેઠક યોજાશે.ભાજપની રાષ્ટ્રીય કારોબારી પૂર્ણ  થઈ ચૂકી છે ત્યારે હવે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક આજે  મળશે. પ્રદેશ કારોબારી બેઠક સુરેન્દ્રનગરમાં 23 અને 24 જાન્યુઆરીના રોજ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર ખાતે આજે   મળશે. બેઠકમાં 2024ની ચૂંટણીને લઈ રણનીતિ  તૈયાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભાજપની  (bjp meeting) ઐતિહાસિક જીત બાદ ભાજપની પ્રદેશ  પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન સુરેન્દ્રનગર શહેરમાં તા. 23 અને 24 જાન્યુઆરીના  યોજવામાં આવશે, સુરેન્દ્રનગર ખાતે  આજે મળનારી પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો સહિત તમામ ધારાસભ્યો અને કારોબારીના હોદેદારો ભાગ લેશે. તેમજ પ્રદેશ કારોબારીમાં રાષ્ટ્રીય કારોબારીના આર્થિક, રાજકીય પ્રસ્તાવને સમર્થન આપવામાં આવશે.કારોબારી બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સર્કિટ હાઉસમાં રોકાણ કરશે. જ્યારે અન્ય નેતાઓ હોટલ તથા કાર્યકર્તાઓન ઘરે રોકાણ કરી તેમનો ઉત્સાહ વધારશે.નોંધનીય છે આ બેઠકમાં કાર્યકરોનો ઉત્સાહ વધારવામાં માટે  નેતાઓ કાર્યકરના ઘરે  રાત્રિ રોકાણ કરીને સંગઠન અંગે વિસ્તૃત ચર્ચા પણ કરશે.

આગામી ( bjp meeting) લોકસભાની ચૂંટણી માટે સગંઠન અને રણનીતિ પર કામ કરવામાં આવશે ,હાલ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય બેઠક મળી હતી જેમાં નરેન્દ્ર મોદીએ અનેક બાબતો પર વાત કરી હતી જેમાં ખાસ કરીને ચૂંટણીની રણનીતિ પર ભાર મુક્યો હતો , મુસ્લિમ સમાજની ટીકા ટીપ્પણી નહીં કરવા પર સંબોધન પર ભાર મૂક્યો હતો. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ હેટ્રીક  નોંધાવે તે અંગે હાલ રણનીતિ બનાવી છે તેના પર કામ કરવામાં આવી રહ્યુું છે.