Ahmedabad News/ અમદાવાદના જીવરાજપાર્કમાં સીડી તૂટી પડતા લોકોના જીવ અદ્ધર, 26ને બચાવાયા

અમદાવાદમાં ગત દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, વહેલી સવારે મેઘરાજાએ ધમાલ મચાવી છે. ત્યારે આ વરસાદ વચ્ચે શહેરના જીવરાજ પાર્કમાં મોટો અકસ્માત સર્જાયો હતો. શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં મધુરમ એપાર્ટમેન્ટના જી બ્લોકની સીડીઓ ધડાકાભેર અચાનક તૂટી પડી હતી.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં ગત દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, વહેલી સવારે મેઘરાજાએ ધમાલ મચાવી છે. ત્યારે આ વરસાદ વચ્ચે શહેરના જીવરાજ પાર્કમાં મોટો અકસ્માત સર્જાયો હતો. શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં મધુરમ એપાર્ટમેન્ટના જી બ્લોકની સીડીઓ (Ladder) ધડાકાભેર અચાનક તૂટી પડી હતી. સીડી ધડાકાભેર પડવાની સાથે જ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.સદનસીબે તે સમયે કોઈ સીડી નીચે ઉતરતું ન હતું જાનહાનિ ટળી હતી. સીડીઓ પડી જવાને કારણે ત્યાં પાર્ક કરાયેલા વાહનોનો શેડ પલટી ગયો હતો.

અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની (Firebrigade) ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એક અને ત્રણ માળ વચ્ચેની સીડી ધડાકા સાથે પડી ગઈ. સીડી પડી જવાના કારણે એપાર્ટમેન્ટના બે બ્લોકમાં રહેતા લોકો ફસાયા હતા. ભારે વરસાદ વચ્ચે ફાયર વિભાગના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. એપાર્ટમેન્ટમાંથી 26 લોકોને બચાવી લેવાયા હતા. અગ્નિશામક દળના જવાનોએ ઉમદા કામગીરી બજાવતા તમામને સીડી દ્વારા સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આ રીતે ફ્લેટની સીડી તૂટી પડતા તેની જાળવણીને લઈને અનેક સવાલો સર્જાયા છે. આ ફ્લેટ અત્યંત જૂના હોવાનું કહેવાય છે. તેથી તેનું મેઇન્ટેનન્સ યોગ્ય રીતે થતું ન હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આના લીધે સોસાયટીની કમિટી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. સોસાયટીના સભ્યોનું પણ કહેવું છે કે આમા વાંક સોસાયટીની કમિટીનો અને તેની સાથે સોસાયટીમાં નિયમિત મેઇન્ટેનન્સ ન ભરનારા સભ્યોનો છે. તેના કારણે આ દશા આવી છે. હવે આખી સીડી તૂટી ગઈ તેનો ખર્ચ બધાએ ઉઠાવવો પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદીઓને ઉકળાટમાંથી રાહત આપતો વરસાદ, ઘાટલોડિયામાં ફ્લેટની સીડી તૂટી

આ પણ વાંચો:  ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર

આ પણ વાંચો: બાપુનગરમાં સતત બીજા દિવસે આત્મનિર્ભર લોનનું ફોર્મ લેવા માટે ઉમટી લોકોની ભીડ