Ahmedabad News: અમદાવાદમાં સતત જારી વરસાદે અમદાવાદીઓને ઉકળાટમાંથી રાહત આપી હતી. ઘાટલોડીયામાં આવેલા યજ્ઞા પુરુષ ફલેટની સીડી ધરાશાયી થવાની ઘટના બનતા ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.શહેરના ઘાટલોડીયામાં આવેલા યજ્ઞ પુરુષ ફલેટની સીડી ધરાશાયી થતા ફસાયેલા પાંચ લોકોને ફાયર વિભાગ દ્વારા સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા.
ઘાટલોડિયામાં ફ્લેટની સીડી તૂટી પડી તે ફ્લેટ જર્જરીત હોવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નોટિસ પણ આપવામાં આવેલી છે.સીડી ધરાશાયી થવાથી એક પરિવારના ચાર સભ્યો તથા અન્ય એક પરિવારના એક મહિલા ફલેટમાં ફસાઈ ગયા હતા.તમામ પાંચ લોકોને ફાયર વિભાગની ટીમે સલામત રીતે નીચે ઉતારી લીધા હતા. ફાયરસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ ફલેટ ગ્રાઉન્ડ ઉપરાંત બે માળના છે.
સવારના છથી રાત્રિના આઠ કલાક સુધી નરોડામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય પૂર્વના પૂર્વના નિકોલ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા ગોતા અને સાયન્સ સિટી વિસ્તારમાં તથા રાણીપમાં બે ઈંચ ઉપરાંત વરસાદ વરસી પડતા અનેક સ્થળે વરસાદી પાણી ભરાયા હતા.
રાત્રિના આઠ કલાક સુધીમાં શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ વરસ્યો હતો હતો. અત્યારસુધીમાં શહેરનો મોસમનો વરસાદ ૧૨.૪૫ ઈંચ થવા પામ્યો છે.હજુ વધુ વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા થોડા સમય માટે બંધ કરવાની મ્યુનિસિપલ તંત્રને ફરજ પડી હતી.
સતત બીજા દિવસે ગુરુવારે બપોરના ચાર કલાકથી વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.પૂર્વ અમદાવાદના નિકોલ વિસ્તાર ઉપરાંત ગોતા અને સાયન્સ સિટી જેવા વિસ્તારમાં 20 મિનીટના સમયમાં પોણો ઈંચ જેટલો વરસાદ વરસી પડતા અનેક સ્થળે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.વરસાદી પાણી ભરાવાના કારણે સાંજના સમયે ઘર તરફ પરત ફરી રહેલા લોકોને વાહન સાથે પરત ફરવામા મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
સાંજના સમયે પડેલા ભારે વરસાદને પગલે અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા પાણીનો નિકાલ કરવા માટે તંત્ર તરફથી બંધ કરવામા આવ્યો હતો.રાણીપ ઉપરાંત નવરંગપુરા,સોલા, એસ.જી.હાઈવે સહિતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી પડતા લોકોએ અસહય ઉકળાટમાંથી રાહત અનુભવી હતી. વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૩૨.૭૫ ફૂટ નોંધાયુ હતુ.બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં આવ્યા પૂર, NDRF એ138 નાગરિકોનું કર્યું રેસ્ક્યુ
આ પણ વાંચો: રાજ્ય આરોગ્ય સેવાઓ માટે એકસાથે ૧૧૧૦ જેટલા તબીબો ઉપલબ્ધ થયા
આ પણ વાંચો: ગુજરાતની સહકારી મંડળીઓને એનસીડીસીની નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો ઉછાળો
