Ahmedabad News/ હાઈકોર્ટ પછી હવે ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, કોર્ટની કાર્યવાહી સ્થગિત

Ahmedabad ગ્રામ્ય કોર્ટને બોમ્બ (Bomb)થી ઉડાવવાની ધમકી ઈમેલ દ્વારા મળી, કોર્ટની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તપાસ માટે પહોંચ્યા. આ ઘટના સ્થાનિકોમાં ચકચાર ફેલાવી.

Gujarat Ahmedabad Trending
Bomb

Ahmedabad Gramin Court Bomb Threat: અમદાવાદના ગ્રામ્ય કોર્ટને બોમ્બ (Bomb)થી ઉડાવવાની ધમકી મળી છે, જે બાદ કોર્ટમાં ચકચાર મચી છે. ધમકી ગ્રામ્ય કોર્ટના રજિસ્ટ્રી વિભાગને ઈમેલ દ્વારા મળી હતી, જેથી કોર્ટની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવામાં આવી. આ મામલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા ટીમો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

Bomb

આથી અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટને બોમ્બની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેના પગલે હાઈકોર્ટમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડ પહોંચી હતી. તે સમયે ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી, જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

હાઈકોર્ટને Bombથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

20 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી  અને અજાણી વ્યક્તિ દ્વારા ઈમેલ મોકલવામાં આવ્યો હતો. હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા તાત્કાલિક સોલા પોલીસને જાણ કરવામાં આવી અને તપાસ હાથ ધરાઈ. BDDS સહિતની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.

Bomb

9 જૂનના રોજ  ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની બીજી ધમકી મળી હતી, જેને પગલે તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને રિસેસ બાદ કોર્ટ બંધ કરવાની સૂચના આપી. વકીલોને પણ કોર્ટ છોડવાની સૂચના આપવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કુવૈતથી હૈદરાબાદ આવનારી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર બોમ્બની ધમકી, પોલીસ કંટ્રોલ રૂમમાં સતત ત્રણ કોલ, તપાસ શરૂ!

આ પણ વાંચો: સુરત સહિત દેશભરની 159 શાળાઓને બોમ્બની ધમકી, વેસુ અને પીપલોદની શાળાઓમાં ભય